વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની સજાવટ કરતી વખતે રાખો આ વસ્તુનું ધ્યાન

વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘણા નિયમો હોય છે, જેનું પાલન કરવાથી ઘરમાં શાંતિ બની રહે છે. વાસ્તુ શાસ્ત્ર ના નિયમો અનુસાર ઘર, ઓફીસ અને વ્યાપારિક અનુષ્ઠાન માં આવનારી નકારાત્મક ઉર્જા ને દુર કરવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર નો નિયમ આ સ્પષ્ટ કરે છે કે શુભતા માટે કઈ દિશા માં કઈ કઈ વસ્તુ રાખવી જોઈએ.શેતરંજી કે ગાલીચો ઉત્તમ કક્ષાનો રાખવો.

ભલે એ સસ્તો હોય પરંતુ સુતરાઉ, જૂટ કે ઊનથી બનેલો હોય એ ધ્યાન રાખવું.કાળો, લાલ, ભૂરો, સિંદૂર કલરનો ગાલીચો ફર્શ પર ન લગાવવો. એવું કરવાથી માનસિક તણાવ વધે છે અને એનો પ્રભાવ સમગ્ર જીવનચક્ર પર પડે છે.કાબરચીતરો, અવ્યવસ્થિત ડિઝાઈનવાળો, દેવી-દેવતા કે મહાપુરુષોનાં ચિત્રવાળો ગાલીચો કે શેતરંજી ન પાથરવી.

યુરોપમાં લોકો આને ફેશન માને છે, પરંતુ એના દુષ્પ્રભાવથી કોઈ બચતું નથી. ભલે ગમે તે ધર્મના હોવ પરંતુ અન્યના ધર્મને અપમાનિત કરવા આવું ન કરવું.પથ્થર અને ટાઈલ્સ લગાવો ત્યારે ખાસ ધ્યાનમાં રાખવું કે એનો આકાર વર્તુળ, સમચોરસ કે ચોરસ હોવો જોઈએ. લંબાઈ-પહોળાઈ પણ યોગ્ય હોવી જોઈએ.

પથ્થરના કિનારા એ પ્રકારે સમતલ-સરખા કપાયેલા હોય કે એકબીજાને જોડતી વખતે એમાં છેદ ન રહે.ટાઈલ્સ કે પથ્થર ‘એલ’ની આકૃતિ કે લાંબી પટ્ટીઓમાં ન હોવા જોઈએ. ત્રિકોણ, વિકૃત આકારના વાંકા પથ્થર પણ ન લગાવવા.પથ્થરને એ પ્રકારે ઘસવો કે એની સપાટી સંપૂર્ણ સમતલ થઈ જાય.

ઊબડખાબડ વિકૃત પથ્થર ન લગાવવો.પથ્થરને જોઈને લગાવવા, તૂટેલા, ફૂટેલા, ખરાબ કિનારીવાળા, બેકાર રંગના ન લગાવવા.પથ્થર અને ટાઈલ્સ લગાવતા સમયે ધ્યાનમાં રાખો કે ફર્શ સમતલ અને ઊબડખાબડ ન રહે.નૈઋત્ય ખૂણા માં પૃથ્વી તત્વ નું સ્થાન છે.

આ દિશા માં અલમારી, સોફા, મેજ વગેરે સામાન રાખવો જોઈએ. વાયવ ખૂણા માં વાયુ દેવતા નું સ્થાન છે. આ દિશા માં બારી, વેન્ટીલેટર વગેરે હોવું જોઈએ. ઇશાન ખૂણા ને ખુબ જ શુભ સ્થાન માનવામાં આવે છે. એટલા માટે અહી ઘર નું મંદિર હોવું જોઈએ.

 


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *