ઘરમાં ન રાખવી આ પ્રકારની હનુમાનજીની તસ્વીર, નહિ તો ઘરમાં આવી શકે છે ગરીબી..

હનુમાનજીની પૂજા કરવાથી જીવનના દરેક કષ્ટ અને પરેશાનીઓ દૂર થઇ જાય છે. હનુમાનજી ને પ્રસન્ન કરવા ખુબ જ સરળ હોય છે અને જે ભક્ત સાચા મનથી બજરંગબલી નું નામ લે છે, એના પર બજરંગબલી ની કૃપા બની જાય છે. મંગળવાર ના દિવસે હનુમાનજી નો દિવસ માનવામાં આવે છે અને આ દિવસ હનુમાનજી ની પૂજા જરૂર કરવી જોઈએ. એટલું જ નહિ મંગળવાર ના દિવસે હનુમાનજી ની સામે તેલનો દીવો પણ જરૂર સળગાવવો જોઈએ. દીવો કરવાથી જીવનમાં આવનારી દરેક સમસ્યા ટળી જાય છે.

આ રીતે કરવી હનુમાનજી ની પૂજા :- મંગળવારના દિવસે હનુમાનજી ને લાલ રંગનું કપડું ચડાવવું અને એ કપડું ચડાવીને પછી હનુમાન ચાલીસા બોલવી. જીવનમાં કોઈ સંકટ આવે ત્યારે હનુમાનજી ને સિંદૂર ચડાવવું. સિંદૂર ચડાવવાથી હનુમાનજી તમારા પર રહેલા સંકટ ને દૂર કરી નાખે છે.

હનુમાનજી ની પૂજા કરવાથી શનિદેવ ના પ્રકોપથી પણ બચી શકાય છે. બસ શનિવાર ના દિવસે હનુમાનજી ની સામે સાંજના સમયે દીવો કરી દેવો અને કાળી રંગની કોઈ પણ વસ્તુ નું દાન કરવું. ખરાબ સપના આવવા પર હનુમાનજી ને ચડાવવામાં આવેલ સિંદૂર તમારા ઘરે લઇ આવવું અને આ સિંદૂર ને કોઈ ડબ્બા માં નાખીને પથારી નીચે રાખી દેવું. એવું કરવાથી તમને ખરાબ સપના આવવાનું બંધ થઇ જશે.

તમારી આસપાસ નકારાત્મક ઊર્જા મહેસુસ થવા પર હનુમાનજી ના નામનો જાપ કરવો.  હનુમાનજી ની તસ્વીર અથવા મૂર્તિ ને ઘરમાં રાખવામાં આવે છે. હનુમાનજી ની કઈ તસ્વીરને ઘરમાં રાખવી જોઈએ અને કઈ તસ્વીરને ન રાખવી જોઈએ, એ વાતની જાણકારી હોવી ખુબ જ જરૂરી છે.

ઘરમાં ન રાખવી આ પ્રકારની તસ્વીર :- હનુમાનજી છાતી ને ચીરતા હોય તેવી મૂર્તિ કે તસ્વીર ને ક્યારેય પણ ઘરમાં ન રાખવી. જે તસ્વીરમાં હનુમાનજી સંજીવની ને લઈને ઉડી રહ્યા હોય, એ તસ્વીરને પણ તમે તમારે ઘરમાં ન રાખવી જોઈએ. રાક્ષસો ની સાથે યુદ્ધ કરતા હનુમાનજી ની તસવીરની પૂજા ન કરવી અને ન તો એ તસ્વીરને ઘરમાં રાખવી.

જે તસ્વીરમાં હનુમાનજી એ એમના ખંભા પર ભગવાન રામ અને લક્ષ્મણ ને બેસાડ્યા હોય તે તસ્વીર પણ ઘરમાં ન રાખવી. એ સિવાય હનુમાનજી દ્વારા લંકા દહન ની તસ્વીર પણ ઘરમાં ન લગાવવી જોઈએ.

ઘરમાં રાખી શકો છો આ પ્રકારની હનુમાનજીની તસ્વીર :- જે તસ્વીરમાં હનુમાનજી બેઠા હોય તે તસ્વીર તમારા ઘરમાં રાખી શકો છો.. રામજી ને ગળે મળતા હનુમાનજી ની તસ્વીરને ઘરમાં રાખવાથી ઘરના લોકોની વચ્ચે પ્રેમ બની રહે છે. એટલા માટે રામ અને હનુમાનજી ની આ તસ્વીર તમારા ઘરમાં લગાવી શકો છો. જે તસ્વીરમાં હનુમાનજી એકદમ શાંત મુદ્રામાં હોય તો તસ્વીર પણ ત્મેત્મારા ઘરમાં લગાવી શકો છો.

હનુમાન પૂજા વિધી :- શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે જો અંદરથી કોઈ ભય સતાવતો હોય તો દરમિયાન કોઇ ભયાનક સ્વપ્ન આવતા હોય, શનિદેવની પીડાને કારણે કોઇ સમસ્યા હોય અથવા કોઈની નજર લાગવાનો ભય છે તો હનુમાનજીની સાચા દિલથી પૂજા કરવી જોઇએ. તેનાથી લાભ થાય છે. હનુમાનજીની પૂજા ઘરે પણ કરી શકાય છે.

દરરોજ કરી શકાય છે પૂજા :- હનુમાનજીની પૂજા સામાન્ય રીતે દરરોજ કરી શકાય છે પણ મંગળવાર અને શનિવારે આ પૂજા વિશેષ મહત્ત્વ ધરાવે છે. શક્ય હોય તો વ્યક્તિએ 21 મંગળવારનું વ્રત રાખવું જોઇએ. મંગળવારે સ્નાન કરીને હનુમાનજીની મૂર્તિને ગંગાજળથી સાફ કરવી જોઇએ. પૂજા માટે લાલ રંગના ફૂલ, ઘી અથવા તલના તેલથી દીવો કરવો જોઈએ. દીવો કર્યા બાદ આરતી, હનુમાન ચાલીસા અથવા બજરંગબાણનો પાઠ કરવો જોઇએ.

Admin

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

8 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

8 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

8 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

8 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

8 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

8 months ago