ઘરમાં માતા લક્ષ્મી વાસ કરે એના માટે કરો આ કામ, ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહેશે…

જો તમે તમારા ઘરની ખુશીઓ કાયમ રાખવા માંગતા હોય અને તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં ધનની દેવી માતા લક્ષ્મીજી નો વાસ રહે, તો તમે આ વાતને જરૂર ધ્યાન માં રાખો કે ક્યારેય પણ સાવરણી નો અનાદર ન કરવો. સાવરણી આપણા ઘરની ગંદકીને સાફ કરીને દરિદ્રતા બહાર કાઢે છે, સાવરણી ના કારણે જ સુખ સમૃદ્ધિ બની રહે છે.

એટલા માટે સાવરણી નું અપમાન મહાલક્ષ્મી નું અપમાન માનવામાં આવે છે.જો તમે તમારા ઘરમાં નવી સાવરણી ની ખરીદી કરીને લાવો છો તો તમારે એવો પ્રયત્ન કરવો કે નવી સાવરણી હંમેશા શનિવાર ના દિવસે જ ખરીદો, કારણકે શનિવાર ના દિવસે નવી સાવરણી ખરીદવી શુભ માનવામાં આવે છે, એની સિવાય જો તમે શનિવાર ના દિવસે ઘરમાં નવી સાવરણી નો ઉપયોગ કરો છો તો તે અત્યંત શુભ ગણાય છે.

ઘરની અંદર સાવરણી ને આમ તેમ ન રાખવી, તમે હંમેશા દક્ષિણ દિશા તરફની રૂમ માં રાખવી.તમારે એ વાતનું ધ્યાન રાખવું કે ક્યારેય પણ તૂટેલી ફૂટેલી સાવરણી નો ઉપયોગ ન કરવો.ઘરની સાવરણી ને લોકો ની નજરથી દૂર રાખવી, તમારે સાવરણી એવા સ્થાન પર રાખવી, જ્યાં લોકો ની નજર ન જઈ શકે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર જે પ્રકારે તમે તમારા ધન ને છુપાવીને રાખો છો, એ જ રીતે સાવરણી ને પણ રાખવી.

અજાણતા માં આપણાંથી સાવરણી પર પગ લાગી જાય છે, જો તમારા થી પણ કંઇક આવા પ્રકારની ભૂલ થાય છે તો એવી સ્થિતિ માં તમારે મહાલક્ષ્મી જી પાસે માફી જરૂર માંગવી જોઈએ, સાવરણી ને માતા લક્ષ્મીજી નું જ સ્વરૂપ માનવામાં આવે છે, એટલા માટે પગ લાગી જાય તો તરત જ માફી માંગવી.

તમારે આ વાતનું વિશેષ ધ્યાન રાખવું કે તમે ક્યારેય પણ સાવરણી ને ઉભી ન રાખો, એને હંમેશા આડી કરીને જ રાખવી.ઘણા લોકો જૂની સાવરણી થઇ ગયા પછી એને ઘણી વાર સળગાવી દે છે, પરંતુ એ યોગ્ય નથી માનવામાં આવતું, એટલા માટે તમારે ભૂલેચૂકે પણ સાવરણી ને ન સળગાવવી જોઈએ.


Posted

in

,

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *