વાસ્તુ મુજબ ઘરમાં મંદિર બનાવતી વખતે આ વસ્તુનું રાખવું ખાસ ધ્યાન

વાસ્તુ મુજબ મંદિર ના હોય, તો પૂજા કરતી વખતે મન એકાગ્ર નથી થઇ શકતું. અને પૂજાનો પૂર્ણ લાભ નથી પ્રાપ્ત થતો. ઘર અથવા ઘરમાં મંદિર બનાવતી વખતે અમુક ખાસ વાતો ધ્યાનમાં રાખવી જરૂરી છે.ઘરમાં મંદિર હંમેશા ઇશાન ખૂણામાં એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં હોવું જોઈએ. આ દિશામાં મંદિર રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે.

જો કે ભગવાનના આશીર્વાદ મેળવવા માટે ઘરમાં મંદિર વાસ્તુ દોષ મુક્ત હોવું જોઈએ.ઘરના મંદિરમાં ક્યારેય પણ ગણેશજીની ત્રણ મૂર્તિઓ ના રાખવી. જો ત્રણ મૂર્તિ હોય તો દરેક કાર્યમાં અડચણ આવે છે. જો પૂજા ઘરમાં બે શંખ રાખેલા હોય તો તે લઇ લેવા જોઈએ. ઘરના મંદિરની આજુ બાજુમાં શોચલાય ના હોવું જોઈએ. ઘણા લોકો રસોડામાં મંદિર રાખતા હોય છે.

વાસ્તુ મુજબ એ બિલકુલ યોગ્ય નથી. આવું કરવાથી પૂજાનું ફળ મળતું નથી. ઘરના મંદિરમાં ખુબજ મોટી મૂર્તિઓ ના રાખવી જોઈએ.જો ઘરના મંદિરમાં શિવલિંગ રાખવી હોય તો શીવલીન્ગનો આકાર આપણા અંગુઠાથી વધારે મોટો ના હોવો જોઈએ. સાથે જ મંદિરમાં વધુ મૂર્તિઓ પણ ના રાખવી જોઈએ.

ભગવાનની મૂર્તિઓ ને ઓછામાં ઓછી એકબીજાથી ૧ ઇંચ જેટલી દુર રાખવી જોઈએ.એક જ ઘરમાં એકથી વધુ મંદિર પણ ના બનાવવા જોઈએ. તેનાથી માનસિક, શારીરિક, અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મંદિરમાં ક્યારેય પણ ખંડિત મૂર્તિ ના રાખવી જોઈએ. જો કોઈ મૂર્તિ ખંડિત થઇ ગઈ હોય તો તેને નદીમાં પ્રવાહિત કરી દેવી જોઈએ.


by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *