જાણો આ રીતે તોડ્યો શ્રી કૃષ્ણએ હનુમાનજી દ્વારા ગરુડ નો અહંકાર

ગરુડ ને એ અભિમાન આવી ગયું હતું કે તે ભગવાન વિષ્ણુ નું વાહન છે અને તેનાથી ઝડપી બીજું કોઈ નથી ઉડી શકતું અને તેની સરખામણી પણ કોઈ નથી કરી શકતું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ હનુમાનજીને યાદ કરે છે.અને હનુમાનજી તરત જ દ્વારકા પહોચી જાય છે. તેને બધી જ ખબર પડી જાય છે કે કૃષ્ણ એ તેમણે શા માટે યાદ કર્યા શ્રી કૃષ્ણ જી એ ગરુડ ને કહ્યું કે જાઓ હનુમાનજી ને લઇ આવો.

અને ગરુડ જાય છે તો હનુમાનજી ના પડે છે અને ગરુડને ભગાવી દે છે. આ બધીજ હનુમાનજી અને કૃષ્ણની ચાલ હતી. ત્યારે શ્રી કૃષ્ણ ની પાસે ગરુડ જાય છે અને કહે છે હે પ્રભુ એ વાનર નથી આવી રહ્યો.ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે તમે એને એમ કહ્યું હોત કે તેને પ્રભુ શ્રી રામ બોલાવે છે તો એ તરત જ આવી જાત તે એક પલ પણ વાર ના લાગવે.

હવે તુ બીજી વાર જા અને તેને આવું કહીને લઇ આવ કે તેને રામ પ્રભુ યાદ કરે છે.તુ તો ખુબજ ઝડપથી ઉડે છે તો જા અને જલ્દી હનુમાનજીને બોલાવી લાવ. ત્યારે ગરુડ થોડી જ મીનીટમાં હનુમાનજીની પાસે પહોચી જાય છે અને તેને કહે છે કે તમને શ્રી રામ પ્રભુએ યાદ કર્યા છે.તો આવો અને મારી પીઠ પર બેસી જાવ

હું તમને ખુબજ જલ્દી દ્વારિકા પહોચાડી દઈશ. જો તમે ખુદ જશો તો તમને ખુબજ મોડું થઇ જશે. કારણ કે હું તમારી પહેલા પહોચી જઈશ.હનુમાનજી હાસ્ય અને તેણે ગરુડને કહ્યું ચાલો હું તમારી પાછળ આવું છું. પરંતુ ગરુડ જયારે દ્વારિકા પહોચે છે તો હનુમાનજી તેની પહેલા જ દ્વારિકા પહોચી ગયા હોય છે. આ રીતે શ્રી કૃષ્ણ હનુમાન દ્વારા ગરુડ નો અહંકાર તોડી નાખે છે.


by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *