અહિયાં આ ગણેશજીની મૂર્તિના દર્શન કરીને ખુદ ભક્તો થાય છે પરેશાન, જાણો શું છે રહસ્ય?

આપણા દેશમાં ભગવાન ગણેશને પ્રથમ પૂજ્ય દેવ માનવામાં આવે છે. જેને લઈને કોઈ પણ માંગલિક કામ કરતા સમયે ભગવાન ગણેશને યાદ કરવામાં આવે છે અને એની પૂજા અર્ચના કરવામાં આવે છે સાથે જ એવા ઘણા બધા મંદિર છે જ્યાં ભગવાન ગણેશથી મનોકામના માંગવા માટે લોકોની ભીડ લાગી રહે છે. અને અહિયાં ભક્તો સાચા મન થી પૂજા અર્ચના કરે છે તો એની બધી મનોકામના ભગવાન ગણેશજી પૂરી કરે છે અને એના બધા દુખ હરી લે છે.

પરંતુ દોસ્તો આજે અમે તમને એક એવા મંદિર વિશે કહેવા જઈ રહ્યા છીએ જે ચોક્કસ ચોંકાવવા વાળું છે. દોસ્તો કણીપક્ક્મ વિનાયક મંદિરના ગર્ભગૃહમાં ગણેશની મૂર્તિને દરેક વર્ષે નવા કવચ પહેરાવવામાં આવે છે. હવે તમારા મગજમાં એ વાત આવી રહેતી હશે કે આખરે આવું કેમ કરવામાં આવે છે. ઘણા લોકોને આ વાત સમજાતી નથી કારણકે દેશ નું આવું અનોખું મંદિર જ એવું છે જ્યાં આ સત્ય હકીકત છે.

તો જણાવી દઈએ કે ગર્ભગૃહમાં ઘણા આકારના કવચ રાખેલા છે. કારણ કે ચોંકાવવા વાળી વાત તો એ છે કે અહિયાં ધીરે ધીરે મૂર્તિનો આકાર વધતો જાય છે અને ક્યારેક ઓછો થતો જાય છે. જેને લઈને કવચ ફીટ થઇ જાય છે. સાથે જ ક્યારેક ઘટવા પર એમ જ ઢીલા થઇ જાય છે. સાથે જ અહિયાં અલગ અલગ પ્રકારના કવચ ચઢાવવામાં આવે છે. અને એ કવચ ગમે ત્યારે નાના અથવા મોટા પહેરાવવામાં આવે છે. કારણ કે અહિયાં આ ગણેશજી ની મૂર્તિ દર વર્ષે નાના મોટી થાય છે.

કહેવામાં આવે છે કે, સ્વયંભુ ગણેશ અહિયાં આવવા વાળા દરેક ભક્તના પાપને વિઘ્નહર્તા લઇ લે છે. આસ્થા અને ચમત્કારની ખુબ ઘણી કહાનીઓ ખુદમાં સમેટાયેલી છે. કણીપક્ક્મ વિનાયકનું આ મંદિર આંધ્રપ્રદેશના ચિત્તૂર જીલ્લામાં મૌજુદ છે. જણાવી દઈએ કે મંદિરમાં બધાને જવાની પરવાનગી નથી. પરંતુ અંદરના પડેલા કવચોની સંખ્યા જોઇને આ ચમત્કારનો અંદાજો લગાવી શકાતો નથી. જણાવી દઈએ કે આ મૂર્તિ એક તળાવની વચ્ચે રાખવામાં આવી છે. જયારે તળાવના કિનારાથી જ લોકો ભગવાનના દર્શન કરી લે છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *