ગ્રીષ્મા વેકરીયાના કેસમાં હવે સુરત સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો ફેનીલને આપશે ફાંસી…

સુરતનો બહુ ચર્ચિત અને એક દુખદ કેસ એટલે કે ગ્રીષ્મા વેકરીયાના કેસમાં હવે સુરત સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે. તમને જણાવી દઈએ કે સુરતના પસોદરામાં ગ્રીષ્મા વેકરીયાનામની યુવતીનું 12 ફેબ્રુઆરી 2022ની સાંજે ફેનિલ ગોયાણી નામના યુવકે રસ્તાની વચ્ચે અનેક લોકોની સામે તેનું ગળું કાપીને હત્યા કરી હતી. ફેનિલને આએ જગ્યાએથી જ પોલીસ ગિરફતાર કરીને લઈ ગઈ હતી. આખા કેસની તપાસ માટે SITઈ ટીમ બનાવવામાં આવી હતી. સરકારે આ કેસને ગંભીરતાથી લેતા સુરત કોર્ટમાં ફાસ્ટ ટ્રેક પર કેસને ચલાવવાનો આદેશ આપ્યો હતો. સુરત કોર્ટમાં 8 ફેબ્રુઆરીથી દરરોજ આ કેસની સુનાવણી થતી હતી.

 

પીડિત પક્ષના સુરત જિલ્લાના મુખ્ય સરકારી વકીલ નયનભાઈએ કોર્ટને જણાવ્યું હતું કે હત્યાના દિવસે આરોપી ફેનિલ એ ગ્રીષ્માના ઘરે જાય છે. ત્યાં તેની મુલાકાત ગ્રીષ્માના કાકા સાથે થાય છે. સુભાષ તેને સમજાવવા પ્રયત્ન કરે છે પણ તે તેમની પર પણ ચાકુથી હુમલો કરે છે. આ હુમલામાં તેમના પેટમાંથી આંતરડા બહાર નીકળી જાય છે. આ દરમિયાન ગ્રીષ્માનો ભાઈ પણ તેમણે બચાવવા પહોંચે છે તો આરોપી તેના પરપણ હુમલો કરે છે.

 

એ પછી રસ્તા વચ્ચે ગ્રીષ્માનું ગળું કાપીને હત્યા કરી દેવામાં આવે છે. તેમણે કહ્યું કે આ આખો કિસ્સો રેર ઓફ ધ રેર છે. એવામાં આરોપીને ઓછામાં ઓછી ફાંસીની સજા આપવી જોઈએ. તો બીજી તરફ કોર્ટને જાણવા મળે છે કે ફેનિલએ વેબ સીરિઝ જોઈને આ આખો કાંડ કરવાનો પ્લાન બનાવ્યો હતો ત્યારે ફેનિલના બચાવમાં તેમના વકીલે દલીલ કરી હતી કે વેબ સીરિઝ જોતો હતો એટલે ફાંસી લગાવી દેશો?

 

પણ તેમનું કશું ચાલતું નથી ગ્રીષ્માની હત્યાનો જે વિડીયો વાઇરલ થયો હતો એ મુખ્ય સાબિતી થાય છે અને કોર્ટ દ્વારા ગ્રીષ્માના ગુનેગાર ફેનિલને ફાંસીની સજા કરવામાં આવે છે. તમારા વિચારો કોમેન્ટમાં જણાવો.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *