કફ, ઉધરસના સતત ગંભીર રીતે થતા હુમલા વખતે તાત્કાલિક મેડિકલ સારવાર આવશ્યક બને છે, જેના વગર તે ક્યારેક ઘાતક બની શકે છે. કફના કારણે ફેફસામાં પણ સમસ્યા થઇ શકે છે. કફ, ઉધરસ અને સતત શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો ધરાવે છે.
ફેફસા એ શરીરનો મહત્વનો ભાગ છે. ફેફસા ની સફાઈ કરવી ખુબ જ જરૂરી છે. જો ફેફસા માં ખરાબી આવી જાય તો માણસનું જીવન પણ ખરાબ થઇ જાય છે. શરીરના દરેક ભાગને તંદુરસ્ત રાખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. એમાંથી ફેફસા મહ્ત્વનો ભાગ છે.
ફેફસા માં કોઇ પણ પ્રકારની સમસ્યા ઉત્પન્ન થાય તો તેના કારણે તેને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ફેફસા સાફ કરવાનો આયુર્વેદિક માં ઉપાય આપવામાં આવેલા છે. આ ઉપાય થી ફેફસા ની સમસ્યા માટે કોઈ પણ ડોક્ટરની મુલાકાત નહીં લેવી પડે.
તેની માટે ઘરે આ ઉપાય કરવાથી ઘણા ખોટા ખર્ચા થી બચી શકાશે. ઘરે આ વસ્તુ ના ઉપયોગથી મામૂલી થતી બીમારીઓ ઠીક કરી શકશો. આજે અમે તમને ફેફસાની સફાઈ કરવા માટેની યોગ્ય ઉપાય જણાવશો. તો ચાલો જાણી લઈએ એના ઉપાય વિશે..
ફેફસા ને સાફ કરવાનો ઉપાય :- 1 થી 1.5 લિટર પાણી થોડુ ગરમ કરીને પછી તેની અંદર થોડો ગોળ મિક્સ કરી હલાવો. ત્યાએ પછી તેની અંદર એક આદુનો નાનો ટુકડો, લસણ બંને ક્રશ કરીને ઉમેરો અને સાથે સાથે 3 ચમચી હળદર મિક્સ કરવી અને પછી એને થોડી વાર માટે ઉકાળવું,
ત્યાર બાદ તેને ઠંડુ કરી તેને એક બોટલ માં ભરી લેવું અને ફ્રીજમાં રાખી દેવું. આ વસ્તુ ને પછી રોજે સવારે ભૂખ્યા પેટે 3 ચમચી અને સાંજે જમીને પછી 2 કલાક પછી પીવું, જેનાથી ફેફસા સાફ થઇ જશે, નિયમિત આ વસ્તુ નું સેવન કરવાથી ફેફસા ની સફાઈ થઈ જશે, અને શરીરમાં સ્ફૂર્તિ બની રહેશે.
આ ઉપરાંત પાણી ગરમ કરીને તેમાં કલહાર ના પાંદડા પલાળી ને પછી તેમાં સૂકો ફૂદીનો નાખીને ૧૫ મિનિટ પલાળી રાખવું, તેમાં મધ નાખી ને ચા બનાવી લેવી. આ ચા નું નિયમિત સેવન કરવાથી ફેફસા સ્વસ્થ રહે છે અને કોઈ બીમારી થતી નથી.
ફેફસાની સફાઈ કરવા માટે સૌથી સારો ઉપાય નાસ (ગરમ વરાળ) લેવી. નાસને શ્વાસ મારફતે અંદર ખેંચવાથી શ્વાસ નળી ખૂલી જાય છે. અને સાથે જ શરીર માં રહેલા બલગમ ને બહાર કાઢવા માં ફેફસાની મદદ કરે છે. આ ઉપાય નિયમિત કરવામાં આવે તો ફેફસા ને લગતી ઘણી સમસ્યા દુર થઇ જાય છે.
Leave a Reply