ફેફસા એ શરીરનો મહત્વનો ભાગ છે. જો ફેફસા માં ખરાબી આવી જાય તો શ્વાસ લેવામાં પણ તકલીફ આવી શકે છે. માણસ ખાધા પીધા વગર રહી શકે પણ શ્વાસ લીધા વગર થોડા મિનિટ પણ નથી રહી શકતો. ફેફસા માં ખરાબી આવી જવાના કારણે તો માણસનું જીવન પણ ખરાબ થઇ જાય છે.
ફેફસા ની સફાઈ કરવી ખુબ જ જરૂરી છે. શરીરના દરેક ભાગને તંદુરસ્ત રાખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. ફેફસા ખરાબ હોય તો તે આપણા શરીરને પુરી રીતે કાળું બનાવી નાખે છે. ફેફસા માં કોઇ પણ પ્રકારની સમસ્યા ઉત્પન્ન થાય તો તેના કારણે તેને શ્વાસ લેવામાં તકલીફ પડે છે
ફેફસા સાફ કરવાનો આયુર્વેદિક માં ઉપાય આપવામાં આવેલા છે. આ ઉપાય થી ફેફસા ની સમસ્યા માટે કોઈ પણ ડોક્ટરની મુલાકાત નહીં લેવી પડે. તેની માટે ઘરે આ ઉપાય કરવાથી ઘણા ખોટા ખર્ચા થી બચી શકાશે. ઘરે આ વસ્તુ ના ઉપયોગથી મામૂલી થતી બીમારીઓ ઠીક કરી શકશો. તો ચાલો જાણી લઈએ એના ઉપાય
ફેફસા ને સાફ કરવાનો ઉપાય :- 1 થી 1.5 લિટર પાણી થોડુ ગરમ કરીને પછી તેની અંદર થોડો ગોળ મિક્સ કરી હલાવો. ત્યાએ પછી તેની અંદર એક આદુનો નાનો ટુકડો, લસણ બંને ક્રશ કરીને ઉમેરો અને સાથે સાથે 3 ચમચી હળદર મિક્સ કરવી અને પછી એને થોડી વાર માટે ઉકાળવું,
ત્યાર બાદ તેને ઠંડુ કરી તેને એક બોટલ માં ભરી લેવું અને ફ્રીજમાં રાખી દેવું. આ વસ્તુ ને પછી રોજે સવારે ભૂખ્યા પેટે 3 ચમચી અને સાંજે જમીને પછી 2 કલાક પછી પીવું, જેનાથી ફેફસા સાફ થઇ જશે,
નિયમિત આ વસ્તુ નું સેવન કરવાથી ફેફસા ની સફાઈ થઈ જશે, અને શરીરમાં સ્ફૂર્તિ બની રહેશે. આ પ્રવાહી પીવાથી ફેફસામાં રહેલી ગંદગી દૂર થઇ જશે અને લોહીને સાફ કરવાની સાથે સાથે તેને વધારે સારું બનાવશે. તેનાથી તમારા સ્વાસ્થ્ય અને ત્વચામાં ફર્ક દેખાવાનું શરુ થઇ જશે.
આ ઉપરાંત પાણી ગરમ કરીને તેમાં કલહાર ના પાંદડા પલાળી ને પછી તેમાં સૂકો ફૂદીનો નાખીને ૧૫ મિનિટ પલાળી રાખવું, તેમાં મધ નાખી ને ચા બનાવી લેવી. આ ચા નું નિયમિત સેવન કરવાથી ફેફસા સ્વસ્થ રહે છે અને કોઈ બીમારી થતી નથી.
ફેફસાની સફાઈ કરવા માટે સૌથી સારો ઉપાય નાસ (ગરમ વરાળ) લેવી. નાસને શ્વાસ મારફતે અંદર ખેંચવાથી શ્વાસ નળી ખૂલી જાય છે. અને સાથે જ શરીર માં રહેલા બલગમ ને બહાર કાઢવા માં ફેફસાની મદદ કરે છે. આ ઉપાય નિયમિત કરવામાં આવે તો ફેફસા ને લગતી ઘણી સમસ્યા દુર થઇ જાય છે.
Leave a Reply