આયુર્વેદમાં મેથીના ઘણા ફાયદા જણાવવામાં આવ્યા છે. જેનાથી શરીરના અનેક રોગ દુર થઇ શકે છે. મેથીના દાણાનો ઉપયોગ લગભગ બધા જ ઘરોમાં થાય છે, મેથીનો ઉપયોગ મસાલા તરીકે કરવામાં આવે છે. મેથીના દાણામાં ઘણા ગુણધર્મો રહેલા છે. મેથીના દાણા એક મસાલા તરીકે જ નહીં પરંતુ એક દવા તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે.
એક ગ્લાસ પાણીમાં બે ચમચી મેથીના દાણા આખી રાત પલાળી રાખવા. આખી રાત મેથીને પાણીમાં પલાળવાથી મેથીના પાણીમાં ઇન્ફલેમેટરી અને એન્ટી ઓક્સીડેંટ ગુણ વધી જાય છે. તેનું ખાલી પેટે સવાર માં સેવન કરવાથી ઘણા લાભો થાય છે. આ પાણી શરીરની બધીજ બીમારી દૂર કરે છે.
આપણામાંના કેટલા લોકો જીમમાં જાય છે પરંતુ તેમનું વજન ઓછું નથી થતું. આ ઉપાયથી પણ વજનમાં ઘટાડો થઇ શકે છે. આજે અમે તમને મેથીના પાણીના સેવનથી આપણા શરીરને શું ફાયદો થાય છે એના વિશે માહિતી જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણી લઈએ એના ફાયદા વિશે..
વજન ઘટાડવામાં થાય છે મદદરૂપ :- રાત્રે મેથીના દાણા પાણીમાં પલાળી રાખવાથી અને સવારે તેનું સેવન કરવામાં આવે તો તે તમને ભૂખ નહી લાગે, અને વજનમાં પણ જલ્દી ઘટાડો થશે. જો દરરોજ 1 મહિના સુધી મેથીનું પાણી નિયમિત પીવામાં આવે તો તે તમારું વજન ઘટાડશે.
બ્લડ પ્રેશર કરે છે કંટ્રોલ :- મેથીના પાણીમાં પોટેશિયમ વધારે જોવા મળે છે, જે તમારા બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. મેથીનું પાણી નિયમિત પીવામાં આવે તો બ્લડ પ્રેશર હંમેશા કંટ્રોલમાં રહેશે.
કોલેસ્ટરોલનું સ્તર :- કેટલાંક અભ્યાસ મુજબ જાણવા મળે છે કે મેથી અથવા મેથીનાં પાણીનું સેવન કરવાથી આપણા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટી જાય છે અને કોલેસ્ટરોલનું પ્રમાણ પણ વધે છે.
સંધિવા સામે આપે છે રક્ષણ:- મેથીના પાણીમાં એન્ટીઓકિસડન્ટ હોય છે, એ ઉપરાંત બળતરા વિરોધી ગુણધર્મો હોય છે, જેના કારણે મેથી સંધિવા જેવા રોગોમાં ખૂબ જ ફાયદાકારક છે, જો તમે દરરોજ એક મહિના સુધી મેથીનું પાણી પીવો છો તો તે સંધિવાને લીધે થતા દુઃખાવામાં રાહત આપે છે. .
કેન્સર સામે રક્ષણ :- મેથીમાં ફાઈબર નું પ્રમાણ વધારે હોય છે, જે આપણા શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરવામાં મદદ કરે છે અને કેન્સર જેવા ગંભીર રોગોથી આપણને બચાવે છે. જો તમે મેથીનું પાણી પીતા હોય તો તે પેટના કેન્સરથી બચી શકો છો.
ડાયાબિટીઝમાં ફાયદાકારક :- જે લોકોને ડાયાબિટીઝની સમસ્યા હોય તેવા લોકો એ મેથીના પાણીનું સેવન જરૂર કરવું, જે ખૂબ ફાયદાકારક સાબિત થશે, મેથીમાં કલેક્ટર મેનન નામના તત્વો હોય છે, જે એક ખૂબ જ ફાયબર કમ્પાઉન્ડ છે, જેના કારણે શુગર લોહીમાં ખૂબ ધીમે ધીમે ફેલાય છે. જેના કારણે ડાયાબિટીઝ થવાની સંભાવના ખૂબ ઓછી રહે છે.
કિડની સ્ટોન :- નિયમિત રીતે એક મહિના સુધી મેથીના પાણીનું સેવન કરવામાં આવે, તો આ તમારા કિડનીમાં થયેલી પથરીની સમસ્યા ખૂબ જ ઝડપથી દૂર શકે છે અને તમને કોઈપણ પ્રકારે પથરી થવાની સંભાવના ઓછી રહે છે.
Leave a Reply