દૂધનું નામ સાંભળતા જ ઘણા લોકોની ભમર ઉંચી થઇ જાય છે. જો કે, ઠંડા દૂધના લાભો જાણતા હોય તો તે દરરોજ પીવાનું શરૂ કરી દેશો. ઠંડુ દૂધ માત્ર આરોગ્યપ્રદ જ નથી પણ તે સ્વાદિષ્ટ હોય છે. જો ગરમ દૂધ પીવા માટેના ઘણા ફાયદા છે તો ઠંડા દૂધના ફાયદા પણ કઇ ઓછા નથી.ઠંડુ દૂધ પીવાથી એસિડિટી, સ્થૂળતા, વારંવાર ભૂખ લાગવી વગેરે જેવી નાની બિમારીઓ દૂર કરી શકાય છે.
એટલું જ નહીં, જો તમે જીમમાંથી આવતા થાકી જાવ છો તો તુરંત જ, ઊર્જા માટે ઠંડુ દૂધ કોઈપણ દવા કરતાં ઓછુ નથી. તેનાથી ખોવાયેલી ઊર્જા પાછી આવશે અને મસલ્સને સુધારવા માટેનું પ્રોટીન પણ શરીરને મળી રહેશે.
ફલેવર નાંખી પીવો: આરોગ્ય નિષ્ણાતો કહે છે કે જો તમે ઠંડુ દૂધ સીધુ ભાવતુ ના હોય તો દૂધને સ્વાદિષ્ટ બનાવવા માટે ફલેવર પણ મિશ્રિત કરી શકાય છે. ઠંડુ દૂધ પીતા પહેલાં એક ખાસ બાબતની કાળજી લો કે તમને શરદી કે ઉધરસ તો થઇ નથી ને, થઇ હોય તો ઠંડુ દૂધ ભૂલી જાવ. અમે તમને ઠંડા દૂધના લાભો વિશે જણાવી દઇએ છીએ, જે તમને ભાગ્યે જ ખબર હશે.
જો તમે ખૂબ ઠંડુ દૂધ પીતા હોવ તો શરીરને સૌ પ્રથમ સામાન્ય તાપમાનમાં લાવો. શરીરને કેલરી બર્ન કરવી પડશે અને પછી તેને પાચન કરવું પડશે. આ સાથે તમારી સ્થૂળતા નિયંત્રણમાં રહશે.
હુફાળુ દૂધ પીવાથી ઉંઘ આવે છે, કારણ કે દૂધમાં એમિનો એસિડ ટ્રિપ્ટોફન જોવા મળે છે. તે દૂધ ગરમ થતા તથા તેને સ્ટાર્ચ ફૂડ સાથે પીવાથી મગજમાં જાય છે. પરંતુ, ઠંડા દૂધમાં પ્રોટીન હોવાના કારણે તેવું થતું નથી અને તેથી તેને કોઈ પણ સમયે પીવી શકો છો.
શું તમે ક્યારેય એસિડિટીને દૂર કરવા માટે ઠંડુ દૂધ પીધુ છે? ધીમે ધીમે ઠંડુ દૂધ પીવાથી પેપ્ટીક અલ્સરને કારણે ઉત્પન થનારી પીડા પણ દૂર થઇ જાય છે. જો તમે ઉનાળના દિવસોમાં કોલ્ડ કોફી પીવો છો તો રિફ્રેશ થઇ જશો. ઠંડા દૂધમાં ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે જે શરીરને નિર્જલીકરણથી અટકાવે છે. જો તમે દિવસમાં બે વખત ઠંડુ દૂધ પીવો છો તો તમારું શરીર હંમેશા હાઇડ્રેટેડ રહેશે.
દૂધ પીવાનો શ્રેષ્ઠ સમય છે કે તેને સવારે પીવું જોઇએ.દૂધમાં ગેસ દબાવવા માટેના ગુણધર્મો છે, જે ખોરાકને ડાયજેસ્ટ કરવા માટે ફાયદાકારક છે. તે ચરબી, ઘી અથવા તેલને સરળતાથી પાચન કરીદે છે. જો દૂધમાં આદુ મિક્સ કરી પીવીમાં આવે તો તે વધુ અસરકારક છે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…
વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…
લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…