દોરડા કૂદવાથી બાળકોનુ કદ લાંબુ થાય છે અને શરીર પણ તંદુરસ્ત રહે છે. જાડાપણુ દૂર કરવા અને શરીરને ફિટ રાખવા માટે આ ખૂબ લાભદાયક છે. આજકાલના બિઝી શેડ્યૂલમાં ઘણા લોકો પાસે વ્યાયામ માટે કે જીમ જવા માટે સમય નથી.સ્કીપિંગ રોલથી ઘરમાં રહીને પણ શરીરને સ્વસ્થ રાખી શકાય છે.
દિવસમાં ફક્ત અડધો કલાક પણ દોરડા કુદવા સ્વાસ્થ્ય માટે લાભકારી છે. તેનાથી મહેનત વગર શરીર પરની નકામી ચરબી દૂર કરી શકાય છે. મહિલાઓ પણ દોરડાં કૂદીને ઘરમાં રહીને જ પોતાનુ શરીર તંદુરસ્ત રાખી શકે છે. તેનાથી ફક્ત જાડાપણું જ નહી પણ આરોગ્યના પણ ખૂબ જ ફાયદા થાય છે.
દોરડા કૂદવાથી આખા શરીરની સંપૂર્ણ પણે કસરત થાય છે. જેનાથી આપણા શરીરમાં તાકાત અને કાર્ય કરવા ની ક્ષમતા વધે છે, તેમજ સુસ્તી સુસ્તી લાગતી નથી. જ્યારે પણ તમે કામ કરીને કંટાળી જાવ ત્યારે થોડો સમય ફ્રેશ થવા માટે પણ દોરડા કુદી શકાય છે.
દોરડાથી કસરત તો થાય જ છે પરંતુ સાથે સાથે મગજને પણ એક્શન મળે છે. જેથી મગજ ફરી કામ કરવા લાગે છે અને તે પણ પહેલા કરતાં વધુ ઝડપી, આ સિવાય પગમાં પ્રેશર પણ પડતું નથી.
લાંબો સમય એક જગ્યાએ બેસી રહેવાને લીધે પણ શરીરમાં સમસ્યાઓ ઉભી થઈ શકે છે તો એવી સમયમાં થોડા થોડા સમયાંતરે ઊભા થઇને થોડી હલચલ કરવી જોઈએ, અથવા થોડા સમયે ફ્રેશ થવા માટે ભલે થોડી માત્રામાં પણ દોરડા પણ કુદી શકાય.
વજન ઓછુ કરવા :- દોરડા કૂદવાથી શરીરની ચરબી ખૂબ જલ્દી ઓછી થાય છે. સ્કિપિંગ કરવી જૉગિંગ કે દોડવા બરાબર હોય છે. તેનાથી શરીરની કૈલોરી જલ્દી ઓછી કરવામાં મદદ મળે છે. દોરડા કૂદવાથી વજન ઓછુ થવા માંડે છે.
તેનાથી પેટ અને જાંધની ચરબી જલ્દી ઓછી થાય છે.રોજ ૩૦ મિનિટ તેને કરવાથી મહિનામાં જ વજનમાં ઘણો ફરક પડે છે.
હૃદય માટે લાભકારી :- દોરડા કૂદવાથી હૃદય ના ધબકારા ઝડપી થઈ જાય છે જેનાથી હૃદય ઝડપથી કામ કરવા લાગે છે. તેનાથી લોહીનો પ્રવાહ પણ યોગ્ય રીતે આખા શરીરમાં પહોંચે છે. દોરડા કૂદવાથી શરીરનો સ્ટેમિના વધે છે અને વ્યક્તિના કામ કરવાની શક્તિ પણ વધે છે. કેટલાક લોકોને શ્વાસની તકલીફ થાય છે. દોરડા કૂદવાથી આ સમસ્યાથી પણ છુટકારો મળે છે.
હાડકાં મજબૂત :- અનેક લોકોમાં ૩૫ ની ઉમર પછી હાડકાં કમજોર થવા લાગે છે. જેનાથી સાંધાના દુખાવાની ફરિયાદ પણ ઉભી થાય છે. કેટલીક મહિલાઓના માસિક ધર્મ પછી જ માંસપેશીયો કમજોર થવા માંડે છે. આવામાં દોરડા કૂદવા ખૂબ લાભ દાયક રહે છે. તેનાથી હાડકા મજબૂત થાય છે. દોરડા કૂદવાથી ગરદન ના દુખાવામાં પણ રાહત મળે છે.
ત્વચા માટે :- દોરડા કૂદવાથી લોહીનુ વહેણ આખા શરીરમાં ફેલાય છે. જેનાથી સ્કિનની દરેક સમસ્યા દૂર થાય છે. દોરડા કૂદવાથી ખૂબ પરસેવો વળે છે અને શરીરમાંથી ઝેરીલા તત્વો બહાર નીકળી જાય છે. દોરડા કૂદવાથી સ્કિનના દાગ ધબ્બા સાફ થઈ જાય છે અને ચેહરો ગ્લો આપવા લાગે છે.
Leave a Reply