દિવાળી એટલે લોકોના જીવનમાં ઉજાસ ફેલાવવાનું પર્વ, જાણો દિવાળીનું મહત્વ..

દિવાળી એ આપણા રાષ્ટ્રનું સાર્વજનિક પર્વ છે. જીવનને ઉત્સાહિત અને પ્રેરણાયુક્ત કરવા માટે નાનામોટા અનેક ઉત્સવોની રચના થઇ છે. આ બધા ઉત્સવોમાં ગુજરાત માટે અને સમગ્ર દેશ માટે સૌથી પ્રભાવશાળી ઉત્સવ દીપાવલી છે. દીપમાલા પોતે જ આનંદ-ઉલ્લાસ અને સ્ફૂર્તિની પ્રેરક છે. આનંદનાં પર્વોમાં દીપમાલા સજાવવાની આપણી પ્રાચીન સંસ્કૃતિ છે.

દીપાવલી એક દિવસનો જ ઉત્સવ નથી, પણ ધનતેરસ, કાળી ચૌદશ, દીપાવલી, બેસતું વર્ષ અને ભાઈબીજ એમ સામૂહિક પાંચ દિવસનો ઉત્સવ છે. આ પર્વને બાળકથી માંડીને વૃદ્ધ, વેપારીથી માંડીને ઘરાક, શેઠથી માંડીને નોકર અને ગૃહિણીથી માંડીને ઘરની નોકરાણી સૌ કોઈ ઊજવે ને માણે છે.

આ દીપાવલીનો પ્રારંભ કેવી રીતે થયો એના માટે એવી લોકોક્તિ છે કે આ દિવાળીના દિવસે રામચંદ્રજી રાવણને હરાવી લંકાથી અયોધ્યા આવ્યા હતા. તેના આનંદમાં અયોધ્યાના નગરવાસીઓએ આખા નગરમાં દીવા પ્રગટાવ્યા, માટે તે દિવસથી દિવાળીના દિવસે દીવા પ્રગટાવવામાં આવે છે.

બીજી કથા અનુસાર પાંડવો પણ વનમાંથી દિવાળીના દિવસે જ પાછા ર્ફ્યા હતા. વળી આજના દિવસે સમુદ્રમાંથી લક્ષ્‍મીજી પણ બહાર નીકળ્યાં. આમ કેટલાય પ્રસંગો આ દિવસે બન્યા હોવાથી આપણે દિવાળી ઊજવીએ છીએ, પરંતુ દિવાળી ખરા અર્થમાં ઊજવાય તો ?

પરંતુ આજે દુઃખની વાત એ છે કે, ઝળહળાટભર્યા કોલાહલમાં રામ ક્યાં છે? જેના આગમનથી દિવાળીનો ઉત્સવ ઉજવ્યો, એવા સૌના આધાર અને કારણ રૂપ ભગવાનની સ્મૃતિ ક્યાં છે? રામચંદ્રજી અને પાંડવો આવ્યા એટલે આપણે દિવાળીનો ઉત્સવ ઊજવીએ છીએ અને એ ઉત્સવ ઊજવવામાં ભગવાનને જ ભૂલી જઈએ છીએ.

આપણને પણ મોટા સંતોએ દિવાળી ઊજવતાં શીખવ્યું છે જે દેહભાવથી પર થઈ પુરુષોત્તમ રૂપ થઈને મૂર્તિના સુખનો આનંદ ભોગવીએ તે સાચી દિવાળી ઊજવી કહેવાય. ભગવાનને ભાળીને મૂર્તિમાં નિમગ્ન થવાય, દેહાદિકના બધા ભાવ ટાળી જ્ઞાનને અમલમાં મૂકીને પુરુષોત્તમ રૂપ થઇને મૂર્તિના સુખમાં રસબસપણે ઝીલાય તેનુ નામ દિવાળી.

આપણે રોજ ઊજવવી, પણ કોઇ દિવસ હોળી ન કરવી. હોળી એટલે ભડકો. કામ, ક્રોધની આગ લાગતી હોય અને ત્રણ પ્રકારના તાપમાં બળતા હોય એ હોળી, પણ આપણે તો મૂર્તિમાં રસબસ થઇને મૂર્તિના સુખનો અનંદ ભોગવીએ તો રોજરોજ દિવાળી. આ દિવાળીના અને નૂતન વર્ષે અમારા સૌનાં દિલમાં દિવ્ય દીપ પ્રગટ થાય. અમારામાં સદ્ગુણો વધે, સહૃદભાવ વૃદ્ધિ પામે, દેશ અને સમાજની સેવા કરવાની શક્તિ આવે, અમારું જીવન ભગવનમય બને.

Sandhya

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

1 year ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

1 year ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

1 year ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

1 year ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

1 year ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

1 year ago