હિંદુ ધર્મમાં ધતુરો શિવજી ભગવાન ઉપર ચડાવવામાં આવતો ખુબ જ સામાન્ય એવો છોડ છે. ધતુરાના ફળ, ફૂલ અને પાંદડા આ બધું શિવલિંગ પર ચડાવવામાં આવે છે. ધર્મિક કારણોથી ધતુરો ખુબ જ પવિત્ર અને પૂજવા લાયક છે.. અને સાથે સાથે તેનો ઉપયોગ આયુર્વેદમાં ઘણી દવાઓ બનાવવામાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે.
તે લગભગ એક મીટર સુધી ઉંચો થાય છે. તે કાળા સફેદ બે રંગના હોય છે. અને કાળાના ફૂલ લીલા ચકતા વાળા હોય છે. આચાર્ય ચરકએ તેને ‘કનક’ અને સુશ્રુતએ ‘ઉન્મત’ નામથી સંબોધન કરેલ છે. દમ, શરીરમાં સોજા, ગર્ભધારણ, મીર્ગી, હરસ અને ભગંદર, યોન નબળાઈ જેવી ઘણી બીમારીઓમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. આવો જાણીએ કઈ કઈ બીમારીઓમાં લાભદાયક છે.
જો શરીરના કોઈપણ ભાગમાં સોજો આવી જાય તો બસ ધતુરાના પાંદડાને હળવું હુંફાળું કરીને સોજા વાળા ભાગ ઉપર બાંધી દો ચોક્કસ ફાયદો થશે. તેના ફળ, મૂળ, પાંદડા, ત્વક, કાંડ એટલે કે પંચાંગનો રસ કાઢીને. તલના તેલમાં પકાવી લો, જ્યારે માત્ર તેલ વધે ત્યારે તેનું માલીશ સાંધામાં કરો અને પાંદડાને બાંધી દો, તેનાથી ગઠીયાને કારણે થતા સાંધાના દુ:ખાવામાં આરામ મળે છે.
હરસ અને ભગંદર ઉપર ધતુરાના પાંદડા શેકીને બંધો સ્ત્રીઓના પ્રસુતિ રોગ અથવા ગઠીયા રોગ હોય તો ધતુરાના બીજનું તેલ ઘસવામાં આવે છે. ધતુરાના કોમળ પાંદડા ઉપર તેલ લગાવો અને આગ ઉપર શેકીને બાળકના પેટ ઉપર બંધો તેનાથી બાળકની શરદી દુર થઇ જાય છે. અને ફોડકા ઉપર બાંધવાથી ફોડકા સારા થઇ જાય છે.
અડધો લીટર સરસીયાના તેલમાં ૨૫૦ ગ્રામ ધતુરાના પાંદડાનો રસ કાઢીને અને એટલા જ પ્રમાણમાં પાંદડાના ટુકડા કરીને ધીમા તાપ ઉપર પકાવીને જ્યારે તેલ વધે ત્યારે બોટલમાં ભરીને રાખી દો. આ જુ દુર કરવા માટેની શ્રેષ્ઠ ઔષધી છે.
સરસીયાનું તેલ ૨૫૦ મી.લિ., ૬૦ મીલીગ્રામ ગંધક અને ૫૦૦ ગ્રામ ધતુરાના પાંદડાનો રસ આ બધાને એક સાથે ધીમા તાપ ઉપર પકાવો. જ્યારે તેલ વધે ત્યારે તે ભેગું કરીને કાનમાં એક કે બે ટીપા નાખો. તેનાથી કાનના દુ:ખાવામાં તરત લાભ થાય છે. એના બીજની રાખને ૧૨૫-૨૫૦ મીલીગ્રામના પ્રમાણમાં આપવાથી જ્વરમાં પણ લાભ મળે છે.
ધતુરાના ફળનું ચૂર્ણ ૨.૫ ગ્રામના પ્રમાણમાં બનાવીને તેમના અડધી ચમચી ગાયનું ઘી અને મધ ભેળવીને રોજ ચાટવાથી સ્ત્રીઓને જલ્દી ગર્ભધારણ કરવામાં મદદ મળે છે. ધતુરાના પાંદડાનો ધુમાડો દમ શાંત કરે છે. ધતુરાના મૂળ સુંઘે તો મીર્ગી રોગ શાંત થઇ જાય છે. ધતુરાના પાંદડાનો રસ કાનમાં નાખવાથી આંખનો દુ:ખાવો બંધ થઇ જાય છે.
આતો થઇ તેના ઔષધીય ગુણોની વાત પણ ધતુરો ઝેર છે અને વધુ પ્રમાણમાં સેવન શરીરમાં સુકાપણું લાવી દે છે. પ્રમાણ કરતા કરતા વધુ ઉપયોગ કરવાથી માથાનો દુ:ખાવો, ગાંડપણ અને બેભાન જેવા લક્ષણો ઉભા કરે છે અને મૃત્યુનું કારણ પણ બની શકે છે. એટલે કે તેનો ઉપયોગ ડોક્ટરના માર્ગદર્શનમાં યોગ્ય વૈધ સાથે ચર્ચાથી સાવચેતી પૂર્વક કરવામાં આવે તો સારું રહેશે.
Leave a Reply