ધનતેરસ: ભગવાન ધનવંતરીની કૃપા મેળવવા માટે રાશિ અનુસાર કરો આ કામ, થશે પૈસાનો વરસાદ

દિવાળી દરેક લોકોને પસંદ હોય છે. દિવાળી દરેક લોકો ધામધુમથી ઉજવે છે. ધનતેરસ પર્વ દિવાળી પહેલા ઉજવવામાં આવે છે. આ તહેવારમાં ખરીદી કરવાનું ખૂબ મહત્વ છે. ધનતેરસના દિવસે સોનું કે ચાંદી ખરીદવાથી ઘણા લાભ થાય છે.

કારતકમાસના કૃષ્ણપક્ષની તેરસને ધનતેરસ કહે છે. આ દિવસે ભગવાન ધનવંતરીની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે ધનતેરસનો તહેવાર 13 નવેમ્બરના રોજ આવે છે.

માન્યતા મુજબ ધનતેરસના દિવસે વસ્તુ ખરીદવાથી ધન તેર ગણું વધે છે. આ દિવસે બધા સુખ સમૃદ્ધિની કામના કરતા લક્ષ્મીજીનું પૂજન કરે છે. આ દિવસે રાશિ અનુસાર ધન ખરીદવું ખૂબ જ શુભ હોય છે. બધી રાશિના સ્વામી ગ્રહ જુદા જુદા હોય છે, તેની અસર બધા પર પડે છે.

મેષ રાશિ
આ રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે.ધનતેરસ પર સોનું તાંબુ અથવા પિત્તળની વસ્તુઓ ખરીદવી જોઇએ. જો તમે આ શુભ દિવસે પિત્તળની ચીજો ખરીદો છો, તો તમારી સંપત્તિમાં મોટો વધારો થવાની સંભાવના છે.

વૃષભ રાશિ
આ રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે.આ ધનતેરસ પર ચાંદીની વસ્તુ ખરીદવી જોઈએ. આવી સ્થિતિમાં ધનતેરસના દિવસે ચાંદીના સિક્કા, ચાંદીના ઝવેરાત, કપડાં અને વાહનોની ખરીદી શુભ રહેશે.

મિથુન રાશિ
આ રાશિનો ગ્રહ બુધ છે. બુધ કૌશલ્ય, શિક્ષા અને વિવેકનું પ્રતિનિધિત્વ કરે છે.આ રાશિના લોકોએ ધનતેરસ પર તેમના ઘરે તાંબાની કેટલીક વસ્તુ લાવવી જ જોઇએ. આ કરવાથી ભગવાન ધનવંતરીના અપાર આશીર્વાદ લાવશે.

કર્ક રાશિ
કર્ક રાશિનો સ્વામી ચંદ્રમા છે. આ રાશિના જાતકોએ ધનતેરસના દિવસે સ્ટીલના વાસણ ખરીદવા જોઇએ. તેનાથી મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે.

સિંહ રાશિ
આરાશિના સ્વામી સૂર્ય છે. આ ધનતેરસ પર સોનાના સિક્કા અથવા ઝવેરાત ખરીદવા તમારા માટે શુભ રહેશે.આ ઉપરાંત તમે વાસણ કે ધાર્મિક પુસ્તક પણ ખરીદી શકો છો. આ રાશિના જાતકો માટે સોનુ ખૂબ જ શુભ છે.

કન્યા રાશિ
કન્યા રાશિનો સ્વામી બુધ ગ્રહ છે.આ રાશિના જાતકોએ આ ધનતેરસ પર ચાંદીના સિક્કા અને નવા વાહનો ખરીદવા શુભ રહેશે.

તુલા રાશિ
આ ધનતેરસ પર વર્ષને શુભ અને ફળદાયક બનાવવા માટે ચાંદીના વાસણો અને નવા કપડા ખરીદવા સારું રહેશે.

વૃશ્ચિક રાશિ
આ ધનતેરસને શુભ બનાવવા માટે સોનાના આભૂષણ અને પૂજાની વસ્તુઓ ખરીદો.

ધન રાશિ
ધનતેરસમાં વાહનો અને ચાંદીના વાસણો વગેરેની ખરીદી ધન રાશિના જાતકો માટે શુભ રહેશે.

મકર રાશિ
આ રાશિનો સ્વામી ગ્રહ શનિ છે. આ ધનતેરસ મકર રાશિના જાતકો માટે વાહનો અને જમીન તેમજ ઘરની વસ્તુઓ ખરીદવી સારી રહેશે.

કુંભ રાશિ
શનિ કુંભ રાશિનો સ્વામી છે. ચાંદી અને સ્ટીલના વાસણોની ખરીદી ખૂબ શુભ રહેશે.

મીન રાશિ
આ રાશિનો સ્વામી ગુરુ છે. આ ધનતેરસ પર સોના-ચાંદીની વસ્તુઓ ખરીદવી તમારા માટે સારું રહેશે. તમે નવા સોદા પણ કરી શકો છો જે તમને પ્રગતિ આપશે.


Posted

in

,

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *