ધનલાભ અને ગુપ્ત શત્રુઓથી મુક્તિ મેળવવા આ ચાઈનીસ નુસ્ખાઓને એકવાર અવશ્ય અજમાવો.

દરેક વ્યક્તિ પોતાના જીવનમા સમૃદ્ધિ અને આર્થિક સમૃદ્ધિ ઇચ્છે છે અને આ માટે લોકો વાસ્તુની મદદ લેવાનુ પસંદ કરે છે પરંતુ, શું તમે જાણો છો કે ચીનના લોકો પણ પ્રગતિ અને ભાગ્યને ચમકાવવા માટે કેટલાક પગલા લે છે, જે ફેંગશુઈ તરીકે ઓળખાય છે.ફેંગશુઈ એ તમારા જીવનમા સકારાત્મકતા સાથે આવતી અનેક બાબતો સમજાવે છે અને તમારા જીવનને આનંદથી ભરી દે છે.

તો ચાલો જાણીએ ફેંગશુઈના આ ઉપાયો વિશે.આ ફેંગશુઈ ના ઉપાય એ સમૃદ્ધિ માટે, જીવનમા સકારાત્મકતા લાવવા માટે, વ્યવસાય ક્ષેત્રે પ્રગતિ મેળવવા માટે વગેરે માટે લાભદાયી સાબિત થઇ શકે છે, તો ચાલો જાણીએ.શું તમને ખ્યાલ છે કે, ફેંગશુઈમા ત્રણ પગવાળો દેડકો એ ખૂબ જ ભાગ્યશાળી માનવામા આવે છે.

તમે તમારા ઘર માટે બજારમાથી ત્રણ પગવાળા દેડકા લાવો છો તો તે તમારા ઘર માટે અત્ય્નત શુભ સાબિત થઇ શકે છે.તેને હંમેશા ઘરના મુખ્ય દરવાજાની આસપાસ લગાવીને રાખવુ જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે, દેડકા નુ મોઢુ એ ઘરની અંદર હોવું જોઈએ. તે તમારુ ભાગ્ય ચમકાવે છે અને તેની સાથે ધીમે-ધીમે તમારુ કામ પણ બની જાય છે.

ચીનના ત્રણ સિક્કાને ફેંગશુઈમાં આર્થિક સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આ સિક્કાઓને જો લાલ દોરડાથી બાંધો અને તેને તમારા ઘર, દુકાન કે ધંધાના મુખ્ય દરવાજા સાથે બાંધો તો તમારા ઘરમા નકારાત્મક ઊર્જા પ્રવેશતી નથી અને તમારી પ્રગતિ પણ થશે. તેનાથી પરિસ્થિતિ ધીમે ધીમે સુધરે છે અને તમને નવી તકો પણ પ્રાપ્ત થાય છે.

નવા વર્ષમા તમારા જીવન ને સુખી અને સમૃદ્ધ બનાવવા માટે તમારે સોનેરી રંગના લાફીંગ બુદ્ધ ને ઘરે લાવવા પડશે. તેને ઉત્તર-પૂર્વ ખૂણામા ૩૦ ડિગ્રીની ઊંચાઈએ સ્થાપિત કરો.આ લાફીંગ બુધ્ધા ને તમારા બેડરૂમમા ભૂલથી પણ રાખશો નહિ તેને શુભ માનવામાં આવતું નથી. ઘરમા લાફીંગ બુદ્ધને લાવવાથી તમારા જીવનમા સુખ મળે છે

અને પરિવારના લોકોમાં પ્રેમની લાગણી પણ ઉદ્ભવે છે. તે કારકિર્દીમાં પણ પ્રગતિ કરે છે.ફેંગશુઈ મુજબ કાચબા ને ઘર અને ઓફિસમા ઉત્તર દિશામા રાખવુ અત્યંત શુભ માનવામા આવે છે. કાચબા ને રાખતી વખતે ધ્યાન રાખો કે તેનો ચહેરો હંમેશા અંદરનો હોવો જોઈએ અને તેની આસપાસ કશુ જ ના રાખો.

તો જ તે સારુ પરિણામ આપે છે. તેનાથી વેપાર અને નોકરી સાથે સંકળાયેલી તમામ સમસ્યાઓ દૂર થાય છે અને તમને નવી તકો પણ મળે છે. તેનાથી ધનલાભ અને ગુપ્ત શત્રુઓથી પણ મુક્તિ મળે છે માટે આ ચાઈનીસ નુસ્ખાઓને એકવાર અવશ્ય અજમાવો.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *