જાણવા જેવું

ડાબા હાથેથી લખતા લોકો હોય છે ખુબ જ પ્રભાવશાળી, જાણો એવા લોકોનો સ્વભાવ..

લગભગ મોટા ભાગના લોકો તેમના જમણાં હાથથી કામ કરતા હોય છે. પરંતુ કેટલીક વખત આપણને કેટલાક એવા લોકો પણ દેખાય જાય છે જે દરેક કામ ડાબા હાથથી કરવાનું પસંદ કરે છે. આ લોકોને ડાબોડી કહેવાય છે.હિંદુ સમાજ માં હમેશા દરેક કામ જમણા હાથે કરવા માટે  પ્રેરણા આપવામાં આવે છે. જેમ કે કોઈ ને ચાંદલો કરવો, યજ્ઞ માં આહુતિ કરવી, આવી દરેક બાબતો માટે જમણા હાથનો જ પ્રયોગ કરવામાં આવે છે.

કોઈ બાળક ને આપણે ડાબા હાથે તેના કામ કરતા જોઈએ તો તેને ટોકીએ છીએ કે જમણા હાથે બધા કામ કર. સામુદ્રિક શાસ્ત્રમાં લેફ્ટી લોકોની કેટલીક ખાસિયત જણાવવામાં આવી છે.જે લોકો લેફ્ટી હોય છે તે લોકો માટે તેમનો ડાબો હાથ જ જમણો હોય છે. તે લોકો ડાબા હાથથી કામ કરવામાં સહજ હોય છે. જોકે, લેફ્ટી લોકોની સંખ્યા ઘણી હોય છે. પરંતુ લેફ્ટી લોકો સાધારણ લોકો નથી હોતા.

આજે અમે તમને ડાબા હાથથી કામ કરતા લોકોના સ્વભાવ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તો ચાલો જાણી લઈએ એ વ્યક્તિઓ વિશે વિસ્તારથી..પરંતુ એક શોધમાં માલૂમ પડ્યું છે કે ડાબોડી લોકો ખૂબ પ્રતિભાશાળી હોય છે. લેફ્ટી લોકો હંમેશા ઉચ્ચ પદ પર કે સફળ હોય છે. લેફ્ટી લોકો કેટલીક એવી ખાસિયત છે જે હેરાન કરી દે એવી હોય છે. તો આવો  જોઇએ કેવા હોય છે ડાબોડી લોકો.

બોક્સિંગ, ટેનિસ જેવી રમતોમાં ડાબોડા લોકો વધારે સારા હોય છે, આ લોકોનું આઇક્યું લેવલ પણ ખૂબ વધારે હોય છે. લેફ્ટી લોકો પૈસા કમાવવા અને ખર્ચ કરવામાં આગળ રહે છે. ડાબોડી લોકો ખૂબ સંવેદનશીલ હોય છે. એવા લોકો કોમ્યુનીકેશન સાથે જોડાયેલા ક્ષેત્રો માં ખુબ જ સારું પ્રદર્શન કરે છે.

ડાબોડા લોકો કોઇપણ ઇજાથી જલદી સારા થઇ જાય છે. આ લોકો કેટલાક અવાજને યોગ્ય રીતે સાંભળી શકે છે અને અવાજ બદલવા પર પણ ઓળખી શકે છે. લેફ્ટી લોકો હંમેશા મહાન સેલિબ્રીટી ટાઇપ બનવાની ક્ષમતા રાખે છે. ડાબોડી વિદ્યાર્થીઓ ભણવામાં પણ ખૂબ આગળ હોય છે.

ડાબા હાથે લખતા વ્યક્તિઓ ખુબ  જ ભાગ્ય શાળી હોય છે. તેમની બુદ્ધિ મતા પણ વધુ હોય છે. તેઓ નિર્ણય લેવામાં ખુબ જ હોશિયાર હોય છે. તેઓ જલ્દી થી અને સચોટ નિર્ણય લેવા માં માહિર હોય છે. આપનું હદય પણ ડાબી બાજુ હોય છે. જેના કારણે ડાબા હાથ એ કામ કરતા લોકો સંવેદન સીલ અને નરમ સ્વભાવના હોય છે.

Sandhya

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

2 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

2 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

2 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

2 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

2 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

2 months ago