સુરતની ક્રાઈમ બ્રાન્ચ ને બાતમી મળતા બારડોલી નજીક ખૂબ જ મોટું ઓપરેશન કરવામાં આવ્યું, પોલીસ કર્મીઓ દ્વારા સૌથી મોટી ગેંગના બે આરોપી ની કરવામાં આવી ધરપકડ

ગુજરાતમાં અત્યારે ગેંગનો ખૂબ જ આતંક જોવા મળી રહ્યો છે. સુરતમાં અત્યારે ચીકલીગર ગેંગ નો ખૂબ જ આતંક ચાલી રહ્યો છે જેના કારણે પોલીસ પણ ચોક્કસ માહિતી વિના તને ધરપકડ કરી શકતી નથી. પરંતુ બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બારડોલી નજીક ખૂબ જ મોટું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ ગેંગ સાથે જોડાયેલ બે યુવકોને ધરપકડ કરવામાં આવી છે. પોલીસ કર્મીઓ આ બે ગુનેગારોને eeco ગાડીમાં જતા પકડી પાડ્યા હતા.

સુરત ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ રીતે બાતમી મળી હતી કે આ ઇકો ગાડીમાં આ ગેંગ સાથે જોડાયેલ બે ગુનેગારો જય રહે છે જેના કારણે એક ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સમગ્ર ટીમ બંદોબસ્ત માં જોડાઈ ગઈ હતી અને 12 જેટલા પોલીસ અધિકારીઓ તેનાત કરવામાં આવ્યા હતા.

પોલીસ દ્વારા eeco ગાડીમાં બેઠેલા બે ગુનેગારો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો સમગ્ર વાતની જાણ પોલીસને થઈ જતા પોલીસ દ્વારા સૌપ્રથમ jcb ઉભી કરવામાં આવી હતી જેના કારણે આ ગાડી જેસીબી સાથે સૌપ્રથમ અથડાઈ હતી અને ત્યાં જ ફસાઈ જવાના કારણે આ બંને આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.

છેલ્લા કેટલાક સમયથી આ ગેંગે દરેક લોકોનું જીવવું ખૂબ જ મુશ્કેલ કરી નાખ્યું હતું કારણ કે તે ગાડીઓ ચોરી કરીને લૂંટફાટ ચોરી અને હત્યા કરતા હતા. આ ગેંગ અને ગુનાઓ સાથે સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે.

અંતે તેમની સફળતા હાથ મળે છે અને આ બંને આરોપીઓએ પોતાના ગુના કબૂલ કરી દીધા છે અને કેટલાક ગુનાઓના ભેદ હવે આગામી સમયમાં ઉકેલી જશે. આ ગેંગ માં મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને ગુજરાતના ગુનેગાર સામેલ હોય તેવું સામે આવ્યું છે.

પોલીસ દ્વારા આ લોકોને તપાસ ૨૦૧૪ દરમિયાન કરવામાં આવી હતી પરંતુ આ લોકો તે સમયથી ફરાર થઈ ગયા હતા અને આ સાથે 26 લોકોની ગેંગ હોય તેવું સામે આવી રહ્યું છે અને પોલીસ દ્વારા આગામી સમયમાં બાતમીના આધારે દરેક લોકોની ધરપકડ કરવામાં આવશે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *