આ દરેજ આસન કરતી વખતે વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ.. આજે અમે તમને એવા ૩ આસન જણાવવા જઈ રહ્યા છીએ જેને કરવાથી શરીરમાં ઘણી તાકાત રહે છે, તો ચાલો જાણી લઈએ એ ત્રણ આસન વિશે..
પવનમુક્તાસન :- આ આસનમાં જમીન ઉપર સીધા સુઈ જવું જોઈએ. ત્યારબાદ ધીમેથી શ્વાસ લેવો અને ધીમેથી શ્વાસ મૂકો. ત્યારબાદ પોતાના પગ છાતી તરફ લઈ જવા અને પોતાના હાથ વડે પગ ને પકડી રાખવા. ધીમે-ધીમે શ્વાસ લેવો અને ધીમે-ધીમે શ્વાસ મૂકવો.
આ આસનનું નામ પવનમુક્તાસન આસન એટલા માટે રાખવામાં આવ્યું છે કે આ આસન કરવાથી આપણા પેટમાં રહેલો નકામો ગેસ દૂર થાય છે. પાચનની તકલીફ રહેતી નથી અને કબજિયાત જેવી કોઈપણ તકલીફ પેટમાં થતી નથી. તેમ જ પેટની ચરબી ઓછી થાય છે.
આ આસન કરવા માટે સૌ પ્રથમ જમીન ના ભાગે સૂઈ જવું. ત્યારબાદ બંને પગ પાછળની બાજુએથી ઊંચા કરવા ત્યારબાદ હાથ વડે બંને પગ હાથ અને પગ છોડવાની ટ્રાય કરવી. સતત પાંચ મિનિટ સુધી આ આસન કરવાથી પેટની ચરબી દૂર થાય છે. તેમજ પેટમાં રહેલો ગેસ દૂર થાય છે.
અર્ધ મત્સ્યેન્દ્રાસન :- જેટલું આસનનું નામ મુશ્કેલ છે તેટલું જ આસન કરવું એકદમ સરળ છે. આ આસન કરવા માટે સૌ પ્રથમ જમીન પર સૂઈ જવું. બંને હાથને પોતાના એકબીજાથી 180 ડિગ્રીએ કોણી ઉપર રાખી દેવા.બંને હાથ એકદમ ખુલ્લા રાખી દેવા.
હવે ડાબા પગને ઘૂંટણથી વાડી લેવો અને તેને ઉપર ઉઠાવો અને ત્યાર પછી જમણા અને તેની ઉપર ટકાવી રાખવો. હવે ધીમે-ધીમે શ્વાસ છોડતી વખતે પીઠ વડે બળ કરવું અને પાછળનો ભાગ થોડો ઉંચો કરવો અને આવું વારાફરતી ડાબી બાજુ અને જમણી બાજુ કરવું. આ આસન કરતી વખતે તમારા હાથ પોતાની જગ્યાએ રહેવા જોઈએ
અને પોતાનું મોઢું જમણી બાજુ રહેવું જોઈએ. પોતાનું મોં એવી રીતે રાખવું કે ડાબા પગ મરોડતી વખતે મોઢું જમણી બાજુ રહેવું જોઈએ.જમણા પગથી કરતી વખતે મોઢું ડાબી બાજુ રહેવું જોઈએ. આ આસન તમે ત્રણ થી 10 વાર કરી શકો છો. આ આસન કરવાથી પીઠ અને નિતંબ અને કમર તેમજ માસપેશીઓ મજબૂત થાય છે.
મત્સ્યેન્દ્રાસન :- બંને પગને આગળ સીધા રીતે લંબાવી દો. હવે ડાબા સાથળના મૂળમાં જમણો પગ મૂકો અને ડાબા પગને ઢીંચણમાંથી વાળી દો. હવે જમણા પગની જમણી બાજુએ ઢીંચણ આગળ મૂકવો. હવે શરીરને ડાબી બાજુ મરોડ આપવી. જમણા હાથને ડાબી બાજુના હાથઉપર થઈને ડાબી બાજુના પગના અંગૂઠાને પકડવું.
આસન કરતી વખતે બને તેટલી ડાબી બાજુ મરોડ રાખવી. ડાબા હાથને પીઠની પાછળથી લઈ અને નાભિ સુધી લઈ અને આગળ રાખો. આસન કરતી વખતે કમર તથા બરડાનાં સ્નાયુઓ ખૂબ જ વધારે ખેંચાય છે. જે વ્યક્તિને ખૂબ જ વધારે કમર દુખતી હોય તથા પેટના સ્નાયુઓ ખેંચાયેલા હોય તેવી વ્યક્તિઓએ આ આસન કરવું નહીં.
વક્રાસન :- વક્રાસન બેસીને પણ કરી શકાય છે. આ આસન કરવાથી કરોડરજ્જુ નો દુખાવો દૂર થાય છે. તેમજ કરોડરજ્જુ સીધી થઈ છે. આ આસન કરવા માટે સૌ પ્રથમ તમારે બંને પગને સામાન્ય સામે ફેલાવી અને બેસી જવાનું ત્યારબાદ પોતાની કરોડરજ્જુને એકદમ સીધી અને ટટ્ટાર રાખવી.
હવે બંને હાથ વડે આંખની સામે હાથ ના પંજા લઈ જવા. ધીમે-ધીમે શ્વાસ અંદર લેતી વખતે ડાબી બાજુ જુઓ અને શ્વાસ છોડતી વખતે જમણી બાજુ જુઓ. આ ક્રિયા કરતી વખતે ડાબી અને જમણી બાજુ આમ કરવ. વારાફરતી ડાબી અને જમણી બાજુ વળતી વખતે ધીમે-ધીમે શ્વાસ લેવો અને ધીમે-ધીમે શ્વાસ છોડવો. આ ક્રિયા સાથે આઠ વાર કરવાથી શરીરની કરોડરજ્જુમાં થતો દુખાવો દૂર થાય છે. તેમજ ગરદનમાં થતો દુખાવો દૂર થાય છે. શરીરમાં કરોડરજ્જુ તેમજ ગરદનના હાડકા મજબુત થાય છે.
Leave a Reply