મિત્રો, વર્તમાન સમય એટલું આધુનિક બની ગયુ છે કે, માનવ જીવનમાં કોઈપણ વસ્તુ પૈસા વિના શક્ય નથી. તમે કહી શકો કે, આજના જીવનમાં પૈસા એ મહત્વની કડી બની ચુકી છે. દરેક જગ્યાએ કોઈપણ વસ્તુ મેળવવા માટે તમારે પૈસાની લેવડ-દેવડ કરવી પડે છે.
આપણે સૌ જાણીએ છીએ કે, મનુષ્ય એ એક સામાજિક પ્રાણી છે અને તેની અમુક જરૂરિયાતો હોય છે, જેને સંતોષવા માટે તેમને નાણા ની આવશ્યકતા પડે છે અને નાણા મેળવવા માટે વ્યક્તિ કોઈ ને કોઈ પ્રકારે આવક મેળવતો હોય છે. કા તો તે વ્યવસાય કરીને આવક મેળવતો હોય છે, કા તો પછી તે કોઈને ત્યાં નોકરી કરીને પૈસા મેળવતો હોય છે.
આવી સ્થિતિમાપોતાની નાણાની જરૂરીયાત સંતોષવા માટે લોન લેવી , વ્યાપારમાંનફો-નુકશાન થવુ તે ચાલ્યા જ રાખે છે પરંતુ, ઘણીવાર લોકો પર કરજ નું પ્રમાણ વધતુ જ રહે છે, કોઈપણ પ્રકારે આ કરજ ઉતરતું જ નથી. આવા સમયે જો અમુક વિશેષ પગલાં લેવામાં આવે તો તમારું કરજ ઝડપથી દૂર થઈ જાય છે, તો ચાલો જાણીએ ક્યા છે આ ઉપાય.
જો તમે તમારા પર ચડેલું કરજ ઉતારવા ઈચ્છતા હોવ તો માટીના દીવામાં સરસવનું તેલ ભરીને શનિવારના દિવસે સૂર્યાસ્ત સમયે નદી અથવા તળાવના કાંઠે આ માટીના દીવાને જમીનમાદાટી દો. આ ઉપરાંત જો તમે કરજ હેઠળ દાયેલા હોવ તો બુધવારના રોજ સ્નાન કરીને પૂજા કર્યા બાદ ગાયને લીલો ઘાસચારો ખવડાવો. આ કાર્ય કર્યા બાદ તમને કરજમાંથી તુરંત મુક્તિ મળી જશે
આ સિવાય જો તમે ગુરુવાર ના રોજ મંદિરે જઈને કોઈ જરૂરીયાતમંદ વ્યક્તિને દાન કરો તો તમને લીધેલા કરજમાંથી તુરંત મુક્તિ મળી જશે. જો તમે તમારા વ્યવસાય ની જગ્યાએ અથવા તો તમારા કાર્યસ્થળે પ્રભુ શ્રી કૃષ્ણ ગાયો ચરાવતા હોય તેવો ફોટો લગાવો તો તમને તમારા કરજમાંથી મુક્તિ મળી જશે અને તમારી આર્થીક સ્થિતિ પણ સુધારી જશે.
જો તમે શુક્રવારના દિવસે માતા લક્ષ્મીના મંદિરે જાવ અને તેમનું વિશેષ પૂજન-અર્ચન કરો તો તમને તમારા કરજમાંથી તુરંત મુક્તિ મળશે અને તમારી આર્થિક સ્થિતિ મજબુત બનશે આ ઉપરાંત જો તમે મંગળવાર ના દિવસે પ્રભુ શ્રી બજરંગબલી ના ચરણોમા તેલ અને સિંદૂર અર્પણ કરો તો તમને તમારા લીધેલા કરજમાંથી તુરંત મુક્તિ મળશે.
આ સિવાય જો તમે તેની હનુમાન ચાલીસા નું પણ પઠન કરો તો તમારી આર્થિક સ્થિતિમાં તુરંત સુધારો આવી શકે છે. આ ઉપરાંત જો તમે સોમવારના દિવસે પ્રભુ મહાદેવ ને નિયમિત જળ અર્પણ કરો અને દર સોમવારે વ્રત રાખી તેમનું વિશેષ પૂજન-અર્ચન કરો તો તમારા પર રહેલુ કરજ ઉતરી જાય છે અને તમારા ઘરમા સુખ અને સમૃદ્ધિ નુ આગમન થાય છે.
Leave a Reply