ચહેરા પર સુંદરતા બનાવી રાખવા માટે ખુબ જ ધ્યાન રાખવું પડે છે. દરેક લોકો એમના ચહેરાને સુંદર દેખાવા માટે બજારની ઘણી પ્રોડક્ટનો પણ ઉપયોગ કરે છે જે ત્વચા પર વધારે ચમક લાવતી નથી. ચહેરો સુંદર હશે તો જ ખુબસુરતી બની રહેશે. તો એના માટે એક પાન પણ તમારી ત્વચા ને ચમકાવી શકે છે.
સામાન્ય રીતે આપણા દેશમાં ઘણા લોકોને જમ્યા પછી પાન ખાવાની ટેવ હોય છે. જમ્યા પછી પાન ખાવાના ઘણા ફાયદાઓ છે. પરંતુ પાન ખાવા સિવાય પણ પાનના અન્ય ઘણી રીતે ફાયદા થાય છે. શરીર ઉપર થતી અળાઈ અને રેશિસમાં આ પાન જાદુઈ અસર કરે છે. તો ચાલો જાણી લઈએ એના ઉપાય..
પાન મુખવાસ સિવાય ચામડી પર ખુબ જ સારી રીતે અસર કરે છે. તેમાં રહેલા એન્ટિઓક્સિડેન્ટસ્ ચામડીના ડેડ સેલ્સને દૂર કરે છે, જેથી ચહેરા પર ચમક આવે છે અને સ્કિન સોફ્ટ બની જાય છે. તેના અન્ય પણ ઘણા ગુણો છે. આજે અમે તમને એના અમુક ગુણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી ત્વચા ની ચમકમાં વધારો થાય છે. તો ચાલો જાણી લઈએ કઈ રીતે પાનનો ઉપયોગ કરવાથી ચહેરાની ત્વચા ને સુંદર બની શકે છે.
ચહેરાની ચમક વધારવા માટે નાગરવેલના 5 પાન લઈ સાફ કરી લેવા અને તેની એક પેસ્ટ બનાવી લેવી, પછી એમાં મધ મિક્સ કરી લેવું. એ પછી આ પેસ્ટને ચહેરા પર ૧૫ મિનિટ માટે લગાવી રાખવી. સૂકાઈ જાય પછી ચહેરો સાફ અને સ્વચ્છ પાણીથી ધોઈ લેવો. અઠવાડિયામાં ૨ દિવસ કરવાથી ૧ મહિનામાં ખુબ જ સારું પરિણામ તમને જોવા મળશે.
પાનના થોડાંક પત્તા લઈ લગભગ ૧ લીટર પાણીમાં ઉકાળવું. હૂંફાળું થવા પર તેને પાણીમાં મસળી તેનાથી ચહેરો ધોઈ લેવો. અઠવાડિયામાં ૨ દિવસ કરવાથી ચહેરા પર ચમક આવી જશે, પરંતુ વધુ કરવાથી ડ્રાયનેસ પણ આવી શકે છે. એટલા માટે એ ખાસ ધ્યાનમાં રાખવું.
થોડુંક દાઝી જવા પર આ પાનની પેસ્ટ પણ લગાવી શકાય છે. પાનને પાણીથી સરખા સાફ કરી મસળીને એમાં એક ચમચી ઓર્ગેનિક મધ મિક્સ કરીને પછી આ પેસ્ટને દાઝેલ જગ્યા પર લગાવવું. જેનાથી બળતરાથી રાહત થશે અને ઘા જલ્દી ભરાઈ જશે.
ખીલની સમસ્યા રહેતી હોય તો પાનને ઉકાળીને એ પાણીનો રંગ બદલાઈ જાય ત્યાં સુધી ઉકાળવું, પછી ગેસ બંધ કરી દેવો. પાણી ઠંડુ થવા પર ચહેરો એ પાણીથી ધોઈ લેવો. થાડાક દિવસમાં ખીલ ગાયબ થઈ જશે. અને ચહેરો ચમકવા લાગશે..
એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…
શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…
મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…
મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…
સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…
મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…