આજકાલ વ્યસ્તતા વાળી જીવનશૈલીના કારણે ઘણા લોકો એની ત્વચાનું ધ્યાન રાખી શકતા નથી. બજારની ખાણીપીણીના કારણે પણ ત્વચા ખરાબ થઇ શકે છે. જેને જો સુંદર બનાવવા માંગતા હોય તો આ એક વસ્તુથી ચહેરા પર ગ્લો આવી શકે છે. જે છે વિટામીન-ઈ ની કેપ્સ્યુલ.
આ વિટામિન-ઇને બ્યુટી વિટામિન પણ કહેવામાં આવે છે. આ વિટામિન ત્વચાની ચમકતા વધારે છે. વાળ, ચહેરો અને ત્વચા સ્વસ્થ અને ચમકતા બનાવવા માટે વિટામિન-ઇ ખૂબ ફાયદાકારક છે. તેને ઘણી રીતે ચહેરા અને વાળ પર ઉપયોગ થઈ શકે છે.
અમે તમને જણાવી દઈએ કે એંટીઓકિસડન્ટથી ભરો આ ઓઇલ કેપ્સુલ તમને કોઇપણ મેડિકલ સ્ટોર્સમાં મળી જશે. વિટામિન-ઇ માં રહેલા એન્ટીઓક્સિડન્ટના ગુણધર્મો ચહેરાથી વાળ સુધીમાં દરેકમાં ખુબ જ ફાયદાકારક છે પરંતુ, સૌથી વધારે મહત્વ એ છે કે તમે તેનો ઉપયોગ યોગ્ય રીતે કરો છો કે નહીં.
કારણ કે જો તેનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે તો તેની અસર થોડા સમયમાં જ જોવા મળશે. ચાલો અમે તમને જણાવી દઈએ કે તમે કેવી રીતે તેનો ખરેખર ઉપયોગ કરીને તમારી ત્વચા પરની સુંદરતામાં વધારો કરી શકો છો.
વાળ માટે : વિટામિન-ઇ કેપ્સ્યુલનો ઉપયોગ ફક્ત ત્વચા પર જ નથી કરી શકતા પરંતુ તેનો ઉપયોગ વાળને જાડા બનાવવા માટે પણ કરવામાં આવે છે. વિટામિન-ઇનો ઉપયોગ નિયમિત લગાવાવાળા વાળ તેલ માં મિક્સ કરી શકાય છે. તેનો ઉપયોગ વાળ ધોવાના એક દિવસ પહેલા કરવો. આ માટે નાળિયેર તેલમાં વિટામિન-ઇ તેલને સરખી રીતે મિક્સ કરીને વાળ પર લગાવો અને સવારે સારી રીતે શેમ્પૂ થી ધોઈ લેવા.
હોઠ માટે : વિટામિન-ઇનો ઉપયોગ હોઠ પર લગાવવાથી હોઠ નરમ અને ચળકતા બને છે. વિટામિન-ઇ ના કેપ્સ્યુલ માંથી લિક્વિડ કાઢીને બદામના તેલ કે ગ્લિસરિન સાથે મિક્સ કરીને હોઠ પર સૂતા પહેલા લગાવો. તેનાથી હોઠ થોડા જ દિવસોમાં એકદમ નરમ અને ચમકદાર દેખાશે.
ચહેરા માટે : ચહેરા પર વિટામિન-ઇ કેપ્સ્યુલ્સનો ઉપયોગ કરવાથી વિટામિન-ઇ ત્વચાને શુષ્ક બનતા રોકે છે અને તેને ત્વચા ચમકદાર બનાવે છે. વિટામીન-ઇ કેપ્સુલ ને દરરોજ રાતે સૂતા પહેલા બદામ કે નાળિયેર તેલમાં મિક્સ કરીને ચહેરા પર વિટામિન-ઇ કેપ્સ્યુલ્સ મિક્સ કરવી. તે મોઇશ્ચરાઇઝર, લોશન અથવા સ્ક્રબમાં મિક્સ કરીને સીધા ચહેરા અને ગળા પર વાપરી શકાય છે.
આંખો માટે : આંખોની નીચે પડી ગયેલા કાળા કુંડાળા માટે તેનો ઉપયોગ કરી શકાય છે. આવી સ્થિતિ માં વિટામિન-ઈ તેલને સીધું આંખો નીચે લગાવીને આખી રાત વિટામિન-ઇ તેલ લગાવી રાખવું અને તેને આખી રાત માટે લગાવીને સુઈ જવું. તેની અસર થોડા દિવસોમાં જ જોવા મળશે.
Leave a Reply