ચહેરાને હીરાની જેમ ચમકાવવા માટે તથા યુવાન બનાવવા કરો ઉપાય

શરીરમાં ઉંમર સાથે ઘણા બધા ફેરફાર થતા હોય છે. તે ઘણા બધા ફેરફાર સૌપ્રથમ ચહેરા ઉપર જોવા મળે છે.જો વ્યક્તિની ઉંમરમાં વધારો થયો હોય તો તેમના ચહેરા ઉપર કરચલી જોવા મળતી હોય છે. આ કરચલી તેમજ ચહેરા ઉપર ઉમર પ્રમાણે વધારે જોવા મળતી હોય છે.આ ખીલના કારણે ઘણીવાર વ્યક્તિને ઘણી બધી શરમ અનુભવવી પડતી હોય છે.

બજારમાં મોઢા પરની કરચલી દૂર કરવા માટે ઘણા બધા કોસ્મેટિક્સ આઈટમ મળતી હોય છે. પરંતુ બ્યુટી પ્રોડક્ટ ની ઘણી બધી આડઅસરો હોય છે. તેના કારણે શરીરને ફાયદા થવાને બદલે ઘણીવાર નુકસાન થતું હોય છે.આજે અમે તમને શરીરને તેમજ ચહેરાની હીરાની જેમ ચમકવા માટે તથા યુવાન બનાવવા ઉપાય જણાવવાના છીએ ઉપાય સરળ અને ઘરેલુ ઉપાય છે.

આ ઉપાય માટે તમારે ફટકડીનો ઉપયોગ કરવાનો રહેશે.ફટકડી વિશે તો દરેક વ્યક્તિ જાણતો જ હોય છે. સામાન્ય રીતે દરેક ઘરમાં ફટકડી જોવા મળતી હોય છે. અને ઘણીવાર પુરુષો પણ સેવિંગ કર્યા પછી ફટકડીને આફ્ટર શેવ તરીકે ઉપયોગ કરતા હોય છે. ઘણા ઘરમાં પાણી ની સફાઈ કરવા માટે ફટકડી નો ઉપયોગ કરવામાં આવતો હોય છે.

આયુર્વેદની દ્રષ્ટિએ જોવામાં આવે તો ફટકડી ના ઘણા બધા ફાયદા છે. ફટકડી ની મદદથી ઘણા રોગોનો ઇલાજ થઇ શકે છે. ફટકડી નો ઉપયોગ એન્ટીબેક્ટેરિયલ તત્વ તરીકે કરવામાં આવતો હોય છે. જો તમે ઘરમાં ફટકડીનો ઉપયોગ કરો છો તો ફટકડી ની મદદથી સ્વાસ્થ્યને લગતી કેટલી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે. પરંતુ લોકોને તેનો કઈ રીતે ઉપયોગ કરવો તે વિશે જાણકારી હોતી નથી.

આજે અમે તમને ફટકડીના એવા ઘણા ઉપાય વિશે. જાણકારી આપવાનો છે. જેની મદદથી તમે હંમેશા યુવાન તથા ચહેરો ચમકીલો રાખી શકો છો. ચાલો જાણીએ કે ચહેરાને હમેશા યુવાન તથા શરીરને યુવાન તથા ચહેરાને ચમકાવવા માટે કઈ કઈ રીતે ફટકડીનો ઉપયોગ કરવો જોઈએ.

ઘણીવાર એવું જોવામાં આવતું હોય છે કે વ્યક્તિને ચહેરા ઉપર તથા બગલના ભાગમાં ખૂબ જ વધારે પરસેવો આવતો હોય છે. તેના કારણે શરીરમાંથી ખૂબ જ ખરાબ દુર્ગંધ આવતી હોય છે. લોકોને પોતાના પરસેવાની દુર્ગંધ દૂર કરવા માટે ઘણા બધા અલગ અલગ પર્ફ્યુમ નો યુઝ કરતા હોય છે.

પરંતુ પરસેવાની દુર્ગંધ દૂર કરવા માટે ફટકડી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ માટે તમારે ફટકડીનો એકદમ ઝીણો બારીક પાવડર તૈયાર કરવાનો રહેશે. તે બારીક પાઉડર નહાવા જતા પહેલા પાણીમાં નાખી અને તે પાણીથી સ્નાન કરવું.આમ કરવાથી પરસેવાની દુર્ગંધ દૂર થશે તથા શરીર સ્વસ્થ રહેશે.

આજ યુવાનોમાં જોવા મળતી સમસ્યા એટલે કે ચહેરા ઉપર ખૂબ જ વધારે પ્રમાણમાં કરચલી જોવા મળતી હોય છે. જે આજના સમયમાં લોકોને પ્રદૂષણ તથા કામના ખૂબ જ વધારે પ્રમાણમાં ટેન્શનના કારણે ચહેરા ઉપર તેમની ખૂબ જ વધારે અસર થતી હોય છે.બજારમાં ઘણા બધા એવા ઉત્પાદનો હોય છે કે તેમની મદદથી બ્યુટી પ્રોડક્ટ અથવા ચહેરા ઉપર ચહેરા પરની કરચલી દૂર કરી શકાય છે.

પરંતુ તેનો ઉપયોગ કરવાથી આપણી ત્વચાને ખૂબ જ નુકસાન થવાની શક્યતા રહેતી હોય છે.જો તમે ચહેરા પરની કરચલી દૂર કરવા ઈચ્છતા હોય તો તમારે ફટકડીનો ઉપયોગ કરવો જોઈએ. ફટકડીનું પાણી ચહેરાની કરચલી દૂર કરવામાં ઉપયોગી સાબીત થશે. ફટકડી નો એક ટુકડો લઇ અને પાણીમાં મેળવો. ત્યારબાદ તે ટુકડો લઇ અને ચહેરા ઉપર હળવા હાથે ઘસવું.

થોડા સમય સુધી કામ કરવું ત્યારબાદ તમારા ચહેરાને પાણી ની મદદ થી ધોઈ નાખવું. એટલે ચહેરા ઉપર રહેલી ધૂળ રજકણ તથા કાળાશ દૂર થશે. ચહેરા ઉપર રહેલી કરચલીઓ પણ દૂર થશે. ચહેરો અતિશય ચમક વાળો દેખાશે. તે ઉપરાંત ચામડી અત્યંત નરમ બની જશે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *