બ્રેસ્ટ કેન્સર થતા પહેલા જોવા મળે છે આ લક્ષણો, જાણો તેનાથી બચવા માટે અસરકારક ઉપાય વિશે…

સ્તન કેન્સર નું નામ સાંભળતા જ લોકો ફફડી ઉઠે છે .ઘણી વખત જીવલેણ બનતી આ બીમારી  સમયસર ઓળખી લેવામાં આવે અને યોગ્ય સારવાર કરવામાં આવૅ તો એના ગંભીર પરિણામો થી ચોક્કસપણે બચી શકાય છે.ભારતમાં આશરે ૨૫થી ૩૨ ટકા શહેરી મહિલાઓ સ્તન કેન્સરનો શિકાર થઇ રહી છે.

આવી સ્થિતિમાં બિમારી થયા બાદ સારવાર લેવામાં આવે તે પહેલા કેટલીક સાવચેતી રાખવામાં આવે તે જરૂરી છે. કેટલીક સાવધાની રાખવામાં આવે તો આ બિમારીથી બચી શકાય છે દહી પણ આવી જ એક ચીજ તરીકે છે. દરરોજ દહી ખાવાથી મહિલાઓમાં સ્તન કેન્સરના ખતરાને ઘટાડી શકાય છે.

દહીમાં એવા બેક્ટરિયા રહેલા છે જે હાનિકારક બેક્ટરિયાને દુર કરે છે. વૈજ્ઞાનિકોના કહેવા મુજબ દાવો કરવામાં આવ્યો છે કે મહિલાઓમાં સ્તન કેન્સરના ખતરાને દરરોજ દહી ખાઇને ઓછો કરી શકાય છે.શોધ કરનાર લોકોની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો સ્તન કેન્સર થવા માટેના સૌથી મોટા કારણ પૈકી એક કારણ હાનિકારક બેક્ટરિયા છે.

આના કારણે સ્તનમાં થનાર સોજા અને બળતરા છે. આવી સ્થિતિમાં દહીમાં રહેલા સારા બેક્ટરિયા શરીરમા વર્તમાન હાનિકારક બેક્ટરિયાને દુર કરે છે. કેટલાક પુરાવા પર આ બાબત આધારિત છે.અમે તમને જણાવી દઈએ કે ક્રોનિક ઇન્ફ્લેમેશનના કારણે કેન્સરનો ખતરો વધે છે. માનવીના શરીરમાં આશરે ૧૦ અબજ બેક્ટરિયા હોય છે.

જે પૈકી મોટા ભાગના બેક્ટરિયા આપણને નુકસાન કરતા નથી. જો કે કેટલીક વખત કેટલાક પ્રકારના બેક્ટરિયા ક્યારેક શરીરમાં ટોક્સીન બનાવવા લાગી જાય છે. જેના કારણે શરીરમાં સોજા આવે છે.દહી ઉપરાંત અન્ય કેટલીક ચીજા પણ ડાયટમાં સામેલ કરી શકાય છે. જે ખુબ જ ગુણકારી હોય છે અને સ્તન કેન્સરને ઘટાડી દેવામાં મદદ કરે છે.

હળદર સ્તન, ફેફસા અને સ્કીન કેન્સરને રોકવામાં મદદરૂપ બને છે. ટામેટા પણ કેટલાક પ્રકારના કેન્સરને રોકવામાં મદદરૂપ બને છે. લસણ પણ કેન્સરને વધારી દેનાર તત્વોની અસરને ઘટાડી દે છે.

લક્ષણો :- લાલ / સૂજેલી ડીંટડી, સ્તનનો ચોક્કસ ભાગ ઉપસી આવવો – ગાંઠ થવી, સ્તનની ડીંટડી માંથીપ્રવાહી નીકળવું, સ્તનની ડીંટડી અંદર જતી રહેવી, સ્તન મોટા થઇ જવા, સ્તન સંકોચાઈ જવા, સ્તન સખત – કડક બની જવા, હાડકાનો દુખાવો, પીઠનો દુખાવો….


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *