બોલીવુડ માં ઘણા એવા સ્ટાર્સ છે જેમને ફિલ્મો માં આવ્યા પહેલા જ લગ્ન કરી લીધા હતા. અને કેટલાક ણે પોતાના જીવન સાથી ફિલ્મો માં કામ કરીને મળ્યા. બોલીવુડ ના મોટા ભાગના હીરો એ પોતાની પસંદ ની છોકરી સાથે જ લગ્ન કર્યા છે.
ખુબજ ઓછા એવા અભિનેતા અને અભિનેત્રીઓ છે જેમને ઘરના લોકોની પસંદ મુજબ લગ્ન કર્યા હોય. આજે અમે તમને બોલીવુડના સુપરસ્ટાર્સના લગ્નની તસવીરો બતાવીશું. તમે પણ જુઓ કે અમિતાભ બચ્ચનથી લઈને શાહરૂખ ખાન સુધીના આ સ્ટાર્સ તેમના લગ્નમાં કેવા દેખાતા હતા.
શાહરૂખ ખાન : શાહરૂખ અને ગૌરી ખાનની લવ સ્ટોરી એક ફિલ્મ સ્ટોરી જેવી જ હતી. બંનેએ એક બીજાને મેળવવા માટે ઘણાં પ્રયાસ કર્યા બાદ આખરે પ્રેમ જીતી ગયો. બંનેની પહેલી મુલાકાત 1984 માં એક કોમન મિત્રની પાર્ટી દરમિયાન થઈ હતી.
શાહરૂખ ત્યારે માત્ર 18 વર્ષનો હતો. ગૌરીના માતા-પિતાને પ્રભાવિત કરવા શાહરૂખે પાંચ વર્ષ સુધી હિન્દુ હોવાનો અભિનય કર્યો હતો. તેણે પોતાનું નામ પણ બદલ્યું હતું. બંનેએ 25 ઓક્ટોબર 1991 માં લગ્ન કર્યા.
અનીલ કપૂર : અનિલ કપૂરની પત્ની સુનિતાએ દરેક મુશ્કેલીમાં તેમનો સાથ આપ્યો. અનિલ કપૂરે ફિલ્મોમાં આવતાની સાથે જ સુનીતા સાથે લગ્ન કર્યા. બોલિવૂડમાં કામ કરતી વખતે અનિલ કપૂરનું નામ ઘણી હિરોઇનો સાથે સંકળાયેલું હતું પરંતુ સુનિતાએ હંમેશા અનિલનો સાથ આપ્યો છે. બે વર્ષ પહેલા સુનિતા અને અનિલે તેમની પુત્રી સોનમ કપૂરના પણ લગ્ન કર્યા.
અમિતાભ બચ્ચન : અમિતાભ અને જયાની લવ સ્ટોરી એક ફિલ્મના સેટથી શરૂ થઈ હતી. જયાએ કહ્યું હતું કે તેને પ્રથમ નજરમાં પ્રેમ નથી થયો. 1970 માં તેમણે પ્રથમ અમિતાભને પૂણે ફિલ્મ સંસ્થામાં જોયો. જયાને અમિતાભનું વ્યક્તિત્વ ખૂબ ગમ્યું હતું.
તે સમયે અમિતાભ સંઘર્ષ કરી રહ્યા હતા, પરંતુ જયા ત્યાં સુધીમાં સ્ટાર બની ગઈ હતી. આ પછી જ્યારે બંને ગુડ્ડીના સેટ પર મળ્યા ત્યારે તેઓ સારા મિત્રો બની ગયા અને પછી પ્રેમમાં પડ્યાં. બંનેના પરિવારે પણ આ સંબંધને મંજૂરી આપી હતી. 3 જૂન 1973 ના રોજ બંનેના લગ્ન થયા.
ધર્મેન્દ્ર : ધર્મેન્દ્રના બે લગ્ન થયાં હતા. ધર્મેન્દ્રની પહેલી પત્નીનું નામ પ્રકાશ કૌર છે. ધર્મેન્દ્રએ બોલીવુડમાં જોડાતા પહેલા 1954 માં પ્રકાશ સાથે લગ્ન કર્યા હતા. તેમના ચાર બાળકો પણ હતા. આ પછી ધર્મેન્દ્રને હેમા માલિની સાથે પ્રેમ થઈ ગયો અને પ્રકાશ સાથે છૂટાછેડા લીધા વિના 1979 માં હેમા સાથે લગ્ન કર્યા.
Leave a Reply