એડ ફિલ્મથી શરૂઆત કરનાર બોલીવુડ અભિનેતા કાર્તિક આયર્નનું જીવન ફક્ત એક ડાયલોગથી બદલાઈ ગયું..

સામાન્ય રીતે બોલીવુડમાં ઘણા અભિનેતાની કારકિર્દી ખુબ જ ઈમોશનલ હોય છે. દરેક લોકો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માંથી આવતા હોતા નથી. એવા જ એક અભિનેતા કાર્તિક આર્યન છે, જે  ભારતીય હિન્દી અભિનેતા છે, જે ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. તેને કરિયરની શરૂઆત એક એડ ફિલ્મથી કરી હતી.

અભિનેતા કાર્તિક આર્યનનો જન્મ 22 નવેમ્બર 1988ના રોજ મધ્ય પ્રદેશ રાજ્યના ગ્વાલિયર શહેરમાં થયો હતો. અભિનેતા  કાર્તિક આયર્નનો સિતારો આજકાલ તેજ હોય એવું લાગે છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. એમને પોતાના અભિનય સફર ની શરૂવાત વર્ષ ૨૦૧૧ માં કરી.

આ ફિલ્મ માં એમને લગભગ 5 મિનટ રુક્યા વગર પોતાના ડાયલોગ્સ બોલ્યા હતા. જે હિન્દી ફિલ્મ માં સૌથી લાંબા મનાય છે. કાર્તિક આર્યનએ એવા કલાકારોમાંથી એક છે જેમણે ફિલ્મી બેકગ્રાઉન્ડ વિના બોલિવૂડમાં છાપ ઉભી કરી હતી.

કાર્તિક આર્યન બાળપણથી જ ઍક્ટર બનવા માંગતો હતો. આ સપના સાથે જ તે મુંબઈ આવી પહોંચ્યો હતો. આ સમય દરમિયાન તેને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. બહુ ઓછા સમયમાં તેણે પોતાની એક્ટિંગ અને સ્ટાઇલથી બોલિવૂડમાં પોતાની ખાસ જગ્યા બનાવી લીધી છે.

કાર્તિકના ઘરનું વાતાવરણ પહેલાથી ભણતરવાળું છે. કાર્તિક આર્યનના પિતા મનીષ તિવારી અને માતા પ્રગતિ તિવારી બંને ડોક્ટર છે. કાર્તિકે પોતાની એકિંટગના દમ પર અને કોઈની મદદ લીધા વગર કાર્તિક આજે કામયાબ કલાકાર બની ગયો છે.

આજે કરોડોની કમાણી કરનાર કાર્તિક આર્યન એક સમયે 12 લોકો સાથે એક જ ફ્લેટમાં રહેતો હતો. શરૂઆતના સમયમાં કાર્તિક આર્યનને કોઈ જાણતું ના હતું. તેને ઘણું રિજેકશન મળ્યું હતું.  પરિવારના લોકોને લાગતું હતું કે કાર્તિક આર્યન મુંબઇમાં ભણી રહ્યો છે પરંતુ સંઘર્ષ કરી રહ્યો હતો.

કાર્તિકે અભ્યાસ દરમિયાન જ મોડલિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. જોકે તેણે પોતાના માતાપિતાને આ વાતની જાણ પહેલી ફિલ્મ સાઇન કરી લીધી એ પછી જ કરી હતી. એક્ટર બનવાનું સપનું લઈને કાર્તિક મુંબઈ તો આવી ગયો હતો પરંતુ તે રોજ ઓડિશન આપવા જતા હતા.

કાર્તિક આર્યને જણાવ્યું હતું કે, તેને કરિયરની શરૂઆત એક એડ ફિલ્મથી કરી હતી. આ જાહેરાત માટે તેને 15 હજાર રૂપિયા મળ્યા હતા. કાર્તિકના જણાવ્યા મુજબ તેના માટે બહુ મોટી વાત હતી. કાર્તિક સિવાય પ્યાર કા પંચનામ ફિલ્મના બીજા ઘણા કલાકારો હતા, પરંતુ પાંચ મિનિટના મોનોલોગને કારણે તે લોકોની નજરમાં આવી ગયો હતો.

સફળ ફિલ્મ પછી કાર્તિકે કહ્યું હતું કે તેણે 5.29 મિનિટના મોનોલોગને યાદ યાદ રાખવા માટે પાંચ દિવસનો સમય લીધો હતો અને તેણે ફક્ત બે જ વારમાં બોલી દીધો હતો. કાર્તિકના જણાવ્યા અનુસાર, પ્યાર કા પંચનામાની રિલીઝ પછી પણ તે ખૂબ જ ખરાબ તબક્કો જોયો હતો. એક પછી એક અનેક ફિલ્મોમાં તે ફ્લોપ રહ્યો. “સોનુ કે ટીટુ કી સ્વીટી” ફિલ્મની સ્વીટીથી નસીબ બદલાઈ ગયું હતું.

Admin

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

1 year ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

1 year ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

1 year ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

1 year ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

1 year ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

1 year ago