આ રીતે સફરજન ખાવાથી બ્લડપ્રેશર તમારાથી માઇલો દૂર રહી શકે છે.

અમુક લોકો સફરજનની છાલ સહિત ખાતા હોય છે તો અમુક લોકો છાલ કાઢીને ખાતા હોય છે. સફરજન ખાવું તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તે લગભગ આપણે બધા જાણતા હોઈએ છીએ. કારણ કે દરરોજ એક સફરજન ખાવાથી બીમારીઓથી દુર રહી શકાય. દરરોજ એક સફરજન ખાવાથી તમારાથી ડોક્ટર હંમેશા દૂર રહેશે

પણ તમને ક્યારેય પ્રશ્ન થયો છે કે સફરજનમાં એવી તો શું ખુબીઓ છે જે અનેક રોગો સામે લડી શકે છે. જણાવી દઈએ કે સફરજનની છાલ સહિત ખાવાથી તેના ઘણા ફાયદા મળે છે ચાલો જાણીએ તેના ફાયદાઓ વિશે. સફરજન છાલ ઉતાર્યા વગર ખાતા રહેવાથી હાઇ બ્લડપ્રેશર તમારાથી માઇલો દૂર રહી શકે છે.

સફરજનની છાલ અન્ય સુપરફૂડ પૌષ્ટિક આહારની સરખામણીએ વધુ પ્રભાવી છે.આ સુપરફૂડમાં ‘ગ્રીન ટી’ અને બ્લુબેરી સામેલ છે, જે એન્ટીઓક્સિડેન્ટ તથા રસાયણિક સંયોજનોના સ્રોત છે.આ જીવનને જોખમમાં નાંખનારી બીમારીઓનો મુકાબલો કરે છે.સફરજનના બાહ્ય આવરણમાં હાઇ બ્લડપ્રેશર સામે મુકાબલો કરવા માટે જરૂરી રાસાયણિક તત્વોની છ ગણી માત્રા રહેલી હોય છે.

લાંબા સમયથી સફરજનને ‘એન્ટીઓક્સિડેન્ટ’ અને ‘ફ્લેવાનોઇડ્સ’નો પ્રાકૃતિક સ્રોત માનવામાં આવી રહ્યો છે. તે હૃદય માટે સારું ગણાય છે.દરરોજ સફરજનનું સેવન શરીરની ધમનીઓને સારી રીતે કાર્ય કરતી કરે છે. સફરજન ફાઇબરનો બહુ મોટો સ્ત્રોત છે જે કોલેસ્ટ્રોલના ગઠ્ઠા થતાં રોકે છે. જેનાથી તમારું હૃદય સ્વસ્થ રહે છે.સફરજનમાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે

જે આપણા શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે. આનાથી શરીરને વિવિધ પ્રકારના ઇન્ફેક્શન અને રોગો સામે લડવામાં મદદ મળે છે.સફરજનમાં એવા અનેક તત્વો છે જે કેન્સરના કોષોને રોકવામાં મદદ કરે છે. પણ હા, સફરજન ખાવાનો આ ફાયદો ત્યારે જ થશે જ્યારે તમે તેને તેની છાલ સાથે ખાશો.

 


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *