જો ભોલેનાથની કૃપા દ્રષ્ટિ કોઈ વ્યક્તિ પર હોય તો તે વ્યક્તિનું જીવન જ સુધરી જાય છે, તે વ્યક્તિના જીવનની દરેક પરેશાનીઓ દૂર થઇ જાય છે. મહાદેવ સૌથી જલદી પ્રસન્ન થતા દેવતા માનવામાં આવે છે. બીલીપત્રની પૂજાને શિવ ઉપાસના માં વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. ભગવાન શિવજી ખુબ જ ભોળા ભગવાન છે તે એમના ભક્તોની ભક્તિ થી જ પ્રસન્ન થઇ જાય છે
એટલા માટે ભોલેનાથ કહેવામાં આવે છે. શિવપુરાણમાં બીલીપત્રને પૂજવાની પાછળ માત્ર ધાર્મિક કારણ જ નથી, પરંતુ વૈજ્ઞાનિક કારણ પણ છે ચાલો જાણીએ બિલીના ધાર્મિક તેમજ આયુર્વેદિક ગુણ વિશે. સાથે જ કેવી રીતે શિવજીને બીલીપત્ર ચઢાવવા જોઈએ એના વિશે.સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડા પહેરીને શિવાલયમાં જઈને શિવજી પર પાણી અથવા દૂધની ધારા સમર્પિત કરવી.
પંચોપચાર પૂજામાં ગંધ, અક્ષત પછી ત્રણ પાંદ વાળા ૧૧,૨૧,૫૧ અથવા શ્રદ્ધાનુસાર વધારેમાં વધારે બીલીપત્ર શિવલિંગ પર એક મંત્ર બોલીને ચડાવવું, જે આ મંત્ર છે.दर्शनं बिल्वपत्रस्य स्पर्शनं पापनाशनम् । अघोरपापसंहारं बिल्वपत्रं शिवार्पणम् ।। त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं त्रयायुधम्। त्रिजन्म पापसंहारंमेकबिल्वं शिवार्पणम।।પૂજા, નૈવેદય તેમજ બીલીપત્ર અર્પણ કરીને પછી શિવજીના મંત્ર જાપ કરવા
સ્તુતિ કરીને પછી શિવજી ની આરતી કરવી જોઈએ. છેલ્લે શિવ પાસેથી સુખદ અને નીરોગી જીવનની કોઈ પણ માનો કામના કરવી. જે શિવજી ચોક્કસ પૂર્ણ કરશે. બીલીપત્ર ચડાવવા માટે ૬ મહિના સુધી વાસી ચડાવવામાં નથી આવતા. આને એક વાર શીવલિંગ પર ચઢાવ્યા પછી ઘોઈને ફરીથી ચઢાવી શકાય છે.
ઘણી જગ્યા પર શિવાલયોમાં બીલીપત્ર ઉપલબ્ધ ન હોવાને કારણે એના ચૂર્ણને ચઢાવવાનું વિધાન હોય છે. એટલે પુજારી ત્યાં બીલીપત્રના ચૂર્ણ ને પણ ચડાવવાનું કહે છે. જો અ રીતે ભગવાન શિવની પૂજા આરાધના કરવામાં આવે અને તેમને બીલી પત્ર ચડાવવા માં આવે તો ભગવાન શિવ ખુબજ જલ્દી આપણા પર પ્રસન્ન થઇ જાય છે.
ભગવાન શિવ દરેક ભગવાન કરતા વધારે ભોળા છે તેઓ પોતાના ભક્તો ની સાચા મન થી કરેલી નાની એવી પૂજા કે પ્રાર્થના થી પણ તરત જ પ્રસન્ન થઇ જાય છે. તેથી ભગવાન શિવ ને પ્રસન્ન કરવા માટે ઉપર જણાવ્યા મુજબ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આ ઉપાય ને કરવાથી ભગવાન શિવજી તમારાથી ખુબ જ જલદી પ્રસન્ન થશે
એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…
શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…
મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…
મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…
સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…
મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…