જાણો ભૂલી જવાની બીમારી રહેતી હોય તો એના માટે જવાબદાર છે તમારું સુવાનું શિડયુલ..

આજકાલ તો અનેક લોકોને ભૂલવાની સમસ્યા પીડાતી હોય છે. જેમ કે કોઇ વસ્તુને કોઇ જગ્યાએ રાખીને ભૂલી જવું, થોડાક સમય પહેલાની વાત ભૂલી જવું વગેરે. સામાન્ય રીતે નાની-નાની વાતો ભૂલવાની ટેવ લાંબા ગાળે ગંભીર બીમારી ને આમંત્રણ આપે છે. ઘણી વાર નાની નાની વાત ક્યારેક ભૂલી જવાય છે, જે તાત્કાલિક યાદ આવતી નથી.

મોટાભાગે તો અમુક વાત યાદ આવી જ જાય છે, પરંતુ જ્યારે અમુક નાની વસ્તુ ભુલાઈ જતી હોય છે. સામાન્ય રીતે એવું માનવામાં આવતું હોય છે કે અમુક ઉંમર પછી યાદશક્તિ ઓછી થઈ જાય છે, પરંતુ નાની ઉંમરના વિદ્યાર્થીથી માંડીને ૩૦ થી ૫૦ વર્ષની વ્યક્તિઓ પણ ભૂલી જવાની ફરિયાદ કરતા જોવા મળે છે.

કેનેડાની યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોના સંશોધક માર્ક બૌલોસના એક અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે ભૂલવાની સમસ્યા પાછળ વ્યક્તિનું સુવાનું શેડ્યુલ વધારે જવાબદાર હોઈ શકે છે.

આ સંશોધન મુજબ જે લોકોને સૂતી વખતે શ્વાસમાં વારંવાર સમસ્યા થતી હોય, તેમની યાદશક્તિ અને વિચારવાની શક્તિ સામે સમસ્યા ઊભી થતી હોય છે. સારી ઊંઘ મગજ માટે ખુબ જ ફાયદાકારક છે અને રચનાત્મક કુશળતામાં પણ સુધારો થઇ શકે છે.

સંશોધક માર્ક બૌલોસે આ સંશોધનમાં જણાવ્યું હતું છે કે સુવામાં સમસ્યા આવતી હોય તે લોકોના વિચાર અને મેમરી ટેસ્ટીંગ પર ઓછા સ્કોર્સ કરવામાં આવ્યા હતા. ઊંઘમાં અવરોધ થવાના કારણે શુ માનસિક અસર થાય છે તે જાણવું ખુબ જરૂરી છે. કારણ કે, ઉપચાર કરવાથી વિચારસરણી અને યાદશક્તિ વધવાની અને જીવનની ગુણવત્તા સુધારવાની સંભાવના રહે છે.

આ અભ્યાસમાં યાદશક્તિને લગતી ઘણી સમસ્યાઓ હોય તેવા સરેરાશ ૭૩ વર્ષની ઉંમરના ૬૭ લોકો હાજર હતા. આ સંશોધનમાં ભાગ લેનારાએ ઊંઘ, સમજશક્તિ અને મૂડ ના વિષય અંગે પ્રશ્નોના જવાબ આપ્યા હતા. તેમની તકલીફના સ્તરને નિર્ધારિત કરવા માટે 30- 30 પોઇન્ટ નું મૂલ્યાંકન પણ કરવામાં આવ્યું.

આ સંશોધનમાં જાણવા મળ્યું હતું કે અભ્યાસમાં ભાગ લેનારા ૫૨% લોકોને રાત્રે શ્વાસ લેવામાં પણ સમસ્યા પડે છે. જે લોકોને અનિદ્રાની તકલીફ રહેતી હતી, તેમાંથી ૬૦% લોકોને જ્ઞાનને લગતી પ્રક્રિયામાં ઘણો ઓછો સ્કોર આપવામાં આવ્યો હતો. બીજી તરફ જેઓને સુવામાં સમસ્યા નહોતી તેઓનો સ્કોર વધારે મળ્યો હતો.

આ અભ્યાસ અમેરિકન એકેડેમી ન્યુરોલોજીની વાર્ષિક બેઠકમાં રજૂ કરવામાં આવશે. જે ૧૭ થી ૨૨ એપ્રિલની વચ્ચે વર્ચ્યુઅલ રીતે યોજવામાં આવશે. એ ઉપરાંત સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે, ઊંઘમાં સમસ્યા પહોચાડે તો ઊંઘની ગુણવત્તા ઉપર અસર પડે છે, જેમાં ઊંઘવાનો સમય પણ ઘણો અસરકારક રહે છે.

વ્યક્તિ કેટલા સમયમાં સુઈ જાય છે અને કેટલો સમય ઊંઘ લે છે તેમજ રાત્રે કેટલી વખત જાગે છે, આ બધું તેના ઉપર પણ આધાર રહે છે. માર્ક બૌલોસે આગળ બીજું પણ જણાવ્યું હતું કે, સમજણશક્તિ સાથે ઊંઘના અવરોધને સીધો સંબંધ હોય છે. જેનો ઈલાજ પણ થઈ શકે છે.

કેન્ટીન્યુઅસ પોઝિટિવ એરવે પ્રેસર (સીપીએપી) દ્વારા એનો ઈલાજ કરી શકાય છે, જેનાથી રાત્રે હવા માટે રસ્તો ખુલ્લો રહે છે. સીપીએપી પદ્ધતિનો ઉપયોગ રોજ કરી શકાય છે. જોકે, આ થેરાપીનો ઉપયોગ યાદશક્તિની સમસ્યા કે બીમારી ધરાવતા લોકો માટે પડકાર બની શકે છે.


Posted

in

,

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *