ભૂલથી પણ આ વસ્તુનો વધારે પડતો ઉપયોગ ના કરવો, નહીતો કિડની પર પડી શકે છે ખરાબ અસર..

આજકાલ દરેક લોકોની ખાણીપીણી બદલાઈ ગઈ છે. જેના કારણે સ્વાસ્થ્ય તંદુરસ્ત રહેતું નથી. બજારના વધારે પડતા ગરમ મસાલા ના કારણે શરીરના ઘણા અંગ પર ખરાબ અસર થાય છે. એમાં પણ કિડની એ શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જે શરીરના તમામ અવયવોની સુગમ કામગીરી માં મહત્વની ભૂમિકા નિભાવે છે.

ઘણી એવી વસ્તુ છે કે જેને ખાવાથી સીધી કિડની પર અસર થાય છે. ઈશ્વરે દરેક મનુષ્યને બે કિડની આપી છે, જો કોઈ ખરાબ થાય તો પણ એક કિડનીની મદદથી માણસ જીવન જીવી શકે છે.

કિડની એ એક મહત્વપૂર્ણ અંગ છે, જે શરીરની તમામ પ્રકારની ગંદકી  ને દૂર કરવાનું કામ કરે છે, જેથી શરીરના કોઈપણ ભાગને નુકસાન થવાનું જોખમ ન રહે. જો કિડનીમાં કોઈ પણ પ્રકારની ખામી હોય તો લોકોને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

ડોક્ટર લક્ષ્મીદત્ત શુક્લાના જણાવ્યા અનુસાર, તમારા આહારમાં વધુ મીઠું ઉમેરવાની ટેવને કારણે કિડની ફેલ થવાની  સંભાવના છે. કારણ કે વધારે પ્રમાણમાં મીઠું ખાવાથી કિડનીનું શુદ્ધિકરણ યોગ્ય રીતે થતું નથી. ખોરાકમાં મીઠું ઓછું કરવું જોઈએ અને જ્યારે જમો ત્યારે મીઠું ક્યારેય ઉપર થી ઉમેરવું જોઈએ નહીં.

ઓછું પાણી પીવાની ટેવથી કિડનીના રોગ નું  જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં કિડનીના સ્ટોન નું જોખમ  પણ વધે છે. જો કિડની સ્ટોન હોય તો તે શરીર માટે ખુબજ  જોખમી ગણાઈ  છે. કિડનીને સ્વસ્થ રાખવા માટે દરરોજ 5 થી 6 લિટર પાણી પીવું જોઇએ.

ડોક્ટર  લક્ષ્મીદત્ત શુક્લાના જણાવ્યા અનુસાર, જે લોકો વધુ ધૂમ્રપાન કરે છે તેમની  કિડનીને ભારે નુકસાન થઈ શકે છે. કારણ કે ધૂમ્રપાન કરવાથી ફેફસાં અને લોહીની નળીઓનો પ્રવાહ અટકે છે, જેના કારણે કિડનીમાં લોહી યોગ્ય રીતે પહોંચતું નથી. આ શુદ્ધિકરણની પ્રક્રિયાને અસર કરે છે. ધૂમ્રપાન કરવાનું ટાળવું જોઈએ.

ડાયાબિટીસ ના દર્દીઓમાં કિડનીને લગતા રોગો  થવાની સંભાવના છે. આનું મુખ્ય કારણ લોહીમાં સુગર લેવલની વધઘટ છે. મોટાભાગની કિડનીની સમસ્યાઓ  ડાયાબિટીસ ના દર્દીઓમાં વધુ જોવા મળે છે. આ માટે સંતુલિત આહાર અને આરોગ્યપ્રદ જીવનશૈલી ખૂબ મહત્વની છે.

અમુક લોકોને થોડી તકલીફ હોય ત્યારે પેનકિલર લેવાની ટેવ હોય છે, જે તેમના માટે જરા પણ સારી નથી. આ આદતથી તેમણે કિડની ની સમસ્યા થઈ શકે છે.  તેથી આવી દવાઓથી દૂર રહેવું જોઈએ. પેનકિલરમાં કેટલાક એસ્ટરાઇડ્સ હોય છે, જેની વધુ માત્રા કિડની માટે હાનિકારક છે. ડોક્ટરની સલાહ લીધા પછી જ એનું સેવન કરવું જોઈએ.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *