મિત્રો, જો તમે વધુ પડતા માનસિક તણાવ, ખોટી જીવનશૈલી અનેપ્રદૂષણ આ ત્રણેય પરિબળ સાથે સંપર્કમા છો તો નાની ઉંમરે જ તમારા વાળ ભૂખરા થવાના શરુ થઇ જાય છે. વાળ સાથે સંકળાયેલી આ સમસ્યાને દૂર કરવા અને ફરી વાળને પ્રાકૃતિક રીતે કાળા કરવા માટે આપણે ડાઇ કે પછી હેર કલરનો ઉપયોગ કરીએ છીએ જેમા વધારે પડતા કેમિકલ્સ સમાવિષ્ટ હોય છે.
જે તમારા વાળને ખુબજ બહોળા પ્રમાણમા હાની પહોંચાડે છે. આવા સમયે તમે ઘરે જ આયુર્વેદિક તેલ બનાવી તમાર વાળને હંમેશા માટે કાળા કરી શકો છો. આ ઉપાયથી તમને તમારા ભૂખરા વાળની સમસ્યાથી મુક્તિ મળશે અને વાળ લાંબા, કાળા અને મુલાયમ રહેશે. તો ચાલો આજે આ લેખમા આ આયુર્વેદિક ઓઈલ વિશે માહિતી મેળવીએ.
જાસુદનુ ઓઈલ:- આ આયુર્વેદિક ઓઈલ તૈયાર કરવા માટે સૌથી પહેલા તમેજાસુદના પુષ્પો ને સૂર્યપ્રકાશમા સુકાવો. ત્યારબાદ તેમા ૨૫૦ ગ્રામ સરસવ ઓઈલ , ૧૦૦ ગ્રામ એરંડા ઓઈલ , ૨ ચમચી કલૌંજીનુ ઓઈલ ઉમેરો અને તેને ધીમા તાપે ૩૦ મિનિટ સુધી ઉકાળીને પકાવો અને પછી તેને ઠંડુ થવા દો. હવે આ ઓઈલને ગાળી લો અને ત્યારબાદ તેને એક બોટલમા ઉમેરી દો.
કેવી રીતે વાપરવુ આ ઓઈલ? :- તમારે રાત્રે સૂવા જતા પહેલા ૧૫-૨૦ મિનિટ સુધી આ ઓઇલના મૂળને સારી રીતે માલિશ કરો અને મસાજ કર્યા પછી એક કલાક વાળમા કાંસકો કે કોઈપણ વસ્તુ ના અડાડો. ત્યાર્નાદ વહેલી સવારે હળવા શેમ્પૂ અને કન્ડિશનરથી તમારા વાળ ધોવા. તમે નિયમિતપણે આ ઉપાય નો ઉપયોગ કરો, તો આ સમસ્યાથી તમે તુરંત મુક્તિ મેળવી શકો છો.
શિકાકાઈ ઓઈલ :- તમે ૨ ચમચી જેટલો શિકાકાઈ પાવડર, લીંબડાના પાન અને એરંડા ઓઈલ મિક્સ કરો અને ધીમા તાપે ૧૫ મિનિટ સુધી ઉકાળો અને ગાળીને બોટલમા સંગ્રહ કરી લો.
કેવી રીતે વાપરવુ આ ઓઈલ? :- આ ઓઈલ થી માથામા યોગ્ય રીતે માલિશ કરીને ૧૫ મિનિટ સુધી રાખો અને પછી તેને આખી રાત માટે છોડી દો. ત્યારબાદ વહેલી સવારે વાળ પાણી અને હળવા શેમ્પૂથી ધોઈ લો. વાળ ધોયા પછી તમે તેને કંડિશનર કરો. આ ઉપાય નિયમિત રીતે અજમાવવાથી તમારા વાળ એકદમ પ્રાકૃતિક રીતે કાળા થઈ જશે.
વાળ કાળા કરવા માટેની અન્ય વિશેષ ટીપ્સ : આમળાના રસ અને બદામનુ ઓઈલ મિક્સ કરીને તમારા વાળની માલિશ કરો તો તમારા વાળ સાથે સંકળાયેલ તમામ સમસ્યાઓ દૂર થઇ જશે.
આ ઉપરાંત ચાના પાણીથી વાળ ધોયા પછી પણ તે કાળા રહે છે. આ ઉપરાંત જો તમે ભોજનમા ફળો, શાકભાજી, આમળા, સોયાબીનવગેરે લેવાનુરાખો તો પણ તે લાભદાયી સાબિત થઇ શકે છે.
આ સિવાય મેથીના પાણીથી વાળ ધોઈ લો અથવા તેણી પેસ્ટ માથા પર લગાવો તો પણ તમારા ધોળા વાળ કાળા થઈ જશે.
Leave a Reply