જાણો ભગવાન શિવજીના મસ્તક પર ચંદ્રને ધારણ કરવાનું છે મોટું રહસ્ય…

શિવ આ જગતના સૌથી મોટા યોગી, તપસ્વી અને તાંત્રિક છે. શિવનું રૂપ અલગ છે.તેઓ ભસ્મ ધારણ કરે છે. ભગવાન શિવજીને દેવોના દેવ મહાદેવ માનવામાં આવે છે. ભગવાન શિવ ના હાથમાં ડમરુ, ત્રિસુલ અને માથે ચંદ્રમા અને ગળામાં સાપ હોય છે.

ભગવાન શિવજી ની તસ્વીર કે મૂર્તિ જોતા તમને ખ્યાલ આવશે કે શિવનું રૂપ અલગ છે. શિવજી નાગ થી સજેલા છે અને શિવજીની દરેક છબીઓ માં તેમની જટા પર અર્ધ ચંદ્રમાં જોવા મળે છે. ભગવાન શિવજીની મૂર્તિમાં આ ચાર વસ્તુઓ હંમેશા જોવા મળશે.

ભગવાન શિવ ના હાથમાં ડમરુ,ત્રિસુલ અને માથે ચંદ્રમા અને ગળામાં સાપ હોય છે. ત્રિપુરારી શંકર એ પોતાના મસ્તક પર શા માટે ચંદ્ર ધારણ કરેલ છે? આજે અમે તમને જણાવી દઈએ કે મહા યોગી શિવજીના આ શૃંગાર પાછળનું રહસ્ય શું છે? તો ચાલો જાણી લઈએ શિવજીના આ ચંદ્રમાં નું રહસ્ય વિશે..

શિવ આ જગતના સૌથી મોટા યોગી, તપસ્વી અને તાંત્રિક છે. દરેક દેવી દેવતાઓ માં ભગવાન શિવજી જ એકમાત્ર એવા દેવ છે જે કૈલાસ પર્વત પર પોતાના ધ્યાન મુદ્રામાં બેસી રહે છે. ધ્યાન અને સાધના કરતા હોય તે લોકો માટે મન શાંત રહેવું ખુબ જ જરૂરી હોય છે.

શાંતના દેવતા ચંદ્ર દેવતા છે. એટલા માટે શિવજી પોતાના મન ને સાધનામાં એકાગ્ર કરવા અને શાંત રાખવા માટે ચંદ્ર માં ને ધારણ કરે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ મન ના કારક દેવતા ચંદ્ર દેવતા ગણાય છે. તેથી શિવજી પોતાના મન ને સાધનામાં એકાગ્ર રાખવા માટે ચંદ્ર માંને ધારણ કરે છે.

ચંદ્રને ધારણ કરવાની પૌરાણિક કથા :- દક્ષ પ્રજાપતિએ પોતાની ૨૭ કન્યાઓ ના લગ્ન ચન્દ્ર સાથે કર્યા હતા, ચંદ્ર દેવને ને ફક્ત રોહિણીની સુંદરતા સાથે જ પ્રેમ હતો. બાકીની દરેક પુત્રીઓએ ચંદ્રની આ વાત જયારે દક્ષ ને જણાવી, ત્યારે દક્ષે ચંદ્ર ને ક્ષય થવાનો શ્રાપ આપ્યો હતો.

ચંદ્ર નું શરીર દિવસે ને દિવસે ક્ષીણ થતું ગયું અને તેણે પોતાની રક્ષા માટે શિવજી ની ઘોર તપસ્યા શરૂ કરી હતી. શિવજી એ ચંદ્રમાં ને દર્શન આપ્યા અને પ્રસન્ન થઈને ચંદ્રમાં ને અમરત્વ નું વરદાન આપી દીધું અને તેને પોતાના મસ્તક પર સ્થાન આપી દીધું.

દક્ષની દરેક કન્યાઓ નક્ષત્ર બની ગઈ અને ચંદ્ર દરરોજ એક એક પાસે જવા લાગ્યા. આમ ભગવાન શિવ ના દરેક અલગ અલગ શ્રુંગાર પાછળ એક ગાઢ અને ઊંડું કારણ કે રહસ્ય છુપાયેલ છે. ભગવાન શિવ શમ્ભુ ખુબ જ ભોળા દેવ માનવામાં આવે છે.

તેમના ભક્તો પર તેઓ ખુબ જ જલ્દી પ્રસન્ન થઇ જાય છે. શિવજીના આશીર્વાદ જેમને પ્રાપ્ત થઇ જાય છે તેમનું જીવન ખુબ જ આનંદમય બની જાય છે. ભગવાન શિવજી ની સાચા મનથી આરાધના કરવાથી તેઓ ના આશીર્વાદ જરૂર પ્રાપ્ત થાય છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *