જો મળે આવા સંકેત તો તે હોઈ શકે છે ખુબજ ભયાનક સંકેત, જાણો નહિ તો થઇ શકે છે અશુભ.

હિન્દુ ધર્મમાં શુકન અને અપશુકનમાં માનવમાં આવે છે. એવું કહેવામા આવે છે કે જો કોઈ સારા કાર્ય માટે ઘરની બહાર જતાં હોય અને બિલાડી આપણો માર્ગ કાપી નાખે છે અથવા કોઈ છીંક ખાય તો તે અપશુકન માનવમાં આવે છે.જોકે હજી સુધી આ બાબતો માટે વૈજ્ઞાનિક દલીલ નથી, પરંતુ કેટલાક શુકન અને અપશુકન વિશે ઘણી માન્યતાઓ પ્રચલિત છે.

ગ્રંથમાં એવા કેટલાંક સંકેતો અને ઘટના વિશે જણાવ્યું છે જે, આપણને શુભ-અશુભનો પૂર્વાભાસ કરાવે છે. જો કે, સમયની સાથે આવી માન્યતાઓનું મહત્વ ઘટ્યું છે. છતાં કેટલાંક લોકો આજે પણ આવા સંકેતો પર વિશ્વાસ કરે છે. તો આજે અમે પણ તમને એવા કેટલાંક સંકેતો વિશે જણાવવા ના છે જે નીચે મુજબ દર્શાવવા માં આવ્યા છે.

જો તમારા ઘરમાં અચાનક વધારે સંખ્યા માં ઉંદર આવી જાય અને તે પણ કાળા રંગ ના હોય તો તે તમારા માટે ખુબજ ભયાનક સંકેત છે. એવું કહેવામા આવે છે કે ઘર માં વધુ ઉંદર આવી જાય તો ભવિષ્ય માં તમારી સાથે કઈક અશુભ ઘટના ઘટવાની છે.

ત્યારબાદ જો તમારા ઘર ની આસપાસ ક્યાય કુતરા રડતાં હોય તો તે તમારા માટે સારો સંકેત નથી. એવું કહેવામા આવે છે કે જો કૂતરો ઘરની તરફ મોઢું રાખી ને રડતો હોય તો કોઈ નું મૃત્યુ થવાનું છે. આ સિવાય પણ કુતરાઓ વધારે પડતું ભસવું અને ઘૂરાવવું પણ આવનાર મુ્શ્કેલીનો સંકેત આપે છે..

માળો અથવા મધપૂડો એવું માનવામાં આવે છે કે જો કબૂતરને ઘરમાં માળો બનાવ્યો હોય અથવા મધમાખીએ મધપૂડો બનાવ્યો હોય તો આ ઘટના સારી નથી માકડીનો જાળ જો તમારા ઘરમાં કોઈ સ્પાઈડર વેબ સ્થાપિત થયેલ હોય, તો તે શુભ માનવામાં આવતી નથી, તે સૂચવે છે કે તે પૈસાના લાભના માર્ગમાં અવરોધ લાવી શકે છે.

તૂટેલો અરીસો જો આપણે વાસ્તુ શાસ્ત્ર મુજબ જોઈએ તો તૂટેલો અરીસો ઘરમાં રાખવો જોઈએ નહીં.આથી ઘરમાં નકારાત્મકતા આવે છે જો તમારા ઘરમાં તૂટેલો અરીસો હોય તો તરત જ તેને દૂર કરો.ચામાચીડિયાઓનું આગમન જો કોઈ પણ બેટ ભૂલથી તમારા ઘરમાં પ્રવેશ કરે છે તો તે શુભ માનવામાં આવતું નથી આ ઘટના સૂચવે છે કે તમને કંઈક ખરાબ થઈ શકે છે.ખોરાક લેતી વખતે પ્રથમ વખત જ ખોરાક કડવો લાગે તો તે એ હકીકતનો સંકેત છે કે તમારા કેટલાક સંબંધીઓ તરફથી ખરાબ સમાચાર આવી શકે છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *