હનુમાન દાદા નાં આ મંદિરે ભક્તોની દરેક મનોકામના જરૂર પૂરી થાય છે

શ્રી હનુમાન પ્રભુ શ્રી રામના અનન્ય ભક્ત છે. એની માતા નું નામ અંજની અને એના પિતા વાનરરાજ કેશરી છે. આપણા દેશમાં બજરંગબલીના લાખો કરોડો ભક્ત છે અને તે કારણ છે કે હનુમાનજીના મંદિરોની સંખ્યા પણ લાખોમાં છે, પરંતુ જણાવી આપીએ કે દરેક મંદિરોને એટલા વિશેષ નથી માનવામાં આવતા જયારે હનુમાનજીના અમુક એવા મંદિરો છે

જેની લોકપ્રિયતા માત્ર તેની આસપાસના વિસ્તારોમાં જ રહે છે પરંતુ અમુક મંદિરો દેશના ખૂણે ખૂણા સુધી પ્રચલિત હોય છે અને ક્યારે ક્યારે તો વિદેશો સુધી પણ. તેવામાં આજે અમે તમને દેશના અલગ અલગ ભાગોમાં આવેલા થોડા મંદિરોની જાણકારી આપી રહ્યા છીએ જેની પોત પોતાની અલગ અલગ ખાસિયત છે.આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ,

જે મંદિર ખુબ જ ચમત્કારી માનવામાં આવે છે, જ્યાં સમય પર ચમત્કાર થવાની સાથે જ ભક્તોની દરેક મનોકામના જરૂર પૂરી થાય છે. આ મંદિર માં ભંડારા કરાવવા માટે ૨૦૨૫ સુધીનું બુકિંગ થઇ ચુક્યું છે. અમે વાત કરી રહ્યા છીએ, કોટદ્વાર માં રહેલા શ્રી સીધ્દ્બલી ધામની. આ મંદિર વિશે બતાવવામાં આવે છે કે અહી આજ સુધી કોઈ પણ શ્રદ્ધાળુ ખાલી હાથ પાછા નથી ગયા.

અહી પ્રભુ હનુમાન પાસે માંગવામાં આવેલી દરેક મનોકામના પૂરી થાય છે.આ મંદિરની પ્રસિદ્ધિ નો અંદાજ તમે લગાવી શકો છો કે અહી જેની પણ મનોકામના પૂરી થાય છે, તે ભંડારો કરાવે છે અને ભંડારાની બુકિંગ ૨૦૨૫ સુધી ફૂલ થઇ ચુકી છે. આ વાત સાબિત કરે છે કે કેટલા હજારો લોકોની મનોકામના અહી પૂરી થઇ હશે.

કોટદ્વાર માં આવેલું શ્રી સીદ્ધબલી ધામ હિંદુઓ ની આસ્થાનું કેન્દ્ર છે. આ પૌરાણિક મંદિરનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં પણ કરવામાં આવ્યો છે. આ મંદિરની સ્થાપનની પણ એક અલગ કહાની છે.શ્રી સીદ્ધબલી ધામને ગુરુ ગોરખનાથ જી ની તપસ્થલી પણ કહેવામાં આવે છે. બતાવવામાં આવે છે કે પહેલાના સમયમાં અહી સિદ્ધ પીંડિયા હતી.

૮૦ ના દાયકા માં મંદિરમાં બાબાની મૂર્તિ સ્થાપિત થઇ. એ પછી જ મંદિરને બનાવવામાં આવ્યું. એ પણ કહેવામાં આવે છે કે હનુમાનજી સંજીવની બુટી લેવા માટે આ રસ્તા પર ગયા હતા. આ મંદિરમાં વિદેશથી પણ શ્રદ્ધાળુ ફરવા આવે છે.મનોકામના પૂરી થયા પછી શ્રદ્ધાળુ આ મંદિરમાં જ ભંડારો કરાવે છે. ભંડારા ના આયોજન માટે મંદિર તરફથી જ બુકિંગ કરવામાં આવે છે.

ખાસ વાત એ છે કે રવિવાર અને મંગળવાર ના ભંડારા નું આયોજન ૨૦૨૫ સુધી બુક થઇ ચુક્યું છે, એ સિવાય શનિવારના ભંડારા માટે પણ ૨૦૨૪ સુધી એડવાન્સ બુકિંગ થઇ ચુક્યું છે.શ્રી સીદ્ધબલી ધામનો મહિમા દેશ જ નહિ, પરંતુ વિદેશો સુધી છે. દર વર્ષે આ મંદિરમાં બાબા ના દર્શન માટે લાખો શ્રદ્ધાળુ આવે છે. ભંડારાની બુકિંગ કરાવતા લોકોમાં વિદેશોમાં રહેતા લોકોનો પણ સમાવેશ છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *