કેન્સર એ કોઇ એક જ બીમારી નથી પરંતુ તે ઘણી બધી બિમારીઓનો સમૂહ છે. કેન્સર ૧૦૦ કરતાં પણ વધારે પ્રકારનું હોય છે. મોટાભાગના કેન્સરનું નામ કયા અંગ અથવા કયા પ્રકારના કોષથી તેની શરૂઆત થાય છે તેનાં પરથી હોય છે.
કેન્સર શબ્દ એ બીમારી માટે વાપરવામાં આવે છે જેમાં અસામાન્ય કોષોનું અનિયંત્રિતપણે વિભાજન થયા કરે છે અને તે અન્ય પેશીઓ પર હુમલો કરવાને શકિતમાન બને છે. કેન્સરના કોષો લોહી અને લસિકાતંત્ર દ્વારા શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે.
સુવા ગ્રીન અજમાના પરિવારનો એક પ્રકાર છે જેને અંગ્રેજીમાં ‘ડિલ’ તરીકે ઓળખવામાં આવે છે. આ છોડ નો ઉપયોગ મોટાભાગે દવા તરીકે કરવામાં આવે છે. તેમાં વધુ પોષક તત્વો અને એન્ટી ઓક્સીડેન્ટ વધારે હોય છે જે શરીર માટે ફાયદાકારક ગણાય છે. આ છોડ કેન્સરના દર્દીઓ માટે પણ ખૂબ અસરકારક છે.
શિયાળાની ઋતુમાં બધી સુવા ભાજી ખાવાથી અનેક રોગો માંથી મુક્તિ મેળવી શકાય છે. તેને ખાવાથી તાવ, શરદી, ઉધરસ, ચેપ, બવાસીર, અલ્સરથી પણ છુટકારો મળી શકે છે.
આવો, તો ચાલો જાણી લઈએ તેના ફાયદા… સુવા ભાજીમાં કેલરી ઓછી જોવા મળે છે જેથી કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રણમાં રાખી શકાય છે. એન્ટી ઓક્સીડેન્ટ, ફાઇબર અને વિટામિન્સથી સમૃદ્ધ આ છોડ રક્ત કોલેસ્ટ્રોલ ના સ્તરને નિયંત્રિત કરવામાં મદદગાર હોય છે.
આ છોડના પાનમાં લાઈમોનીન અને યુજીનોલ વગેરે તેલ આ છોડના પાંદડામાં હોય છે. . એનેસ્થેટિક અને એન્ટિસેપ્ટિક તત્વોની હાજરીને લીધે આ છોડ રોગનિવારક લાભ પૂરા પાડે છે. તેમાં રહેલું તેલ બ્લડ સુગર લેવલને નિયંત્રણમાં રાખે છે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.
સુવા ભાજીમાં રાઈબોફ્લેવિન, ફોલિક એસિડ, બીટા કેરોટિન, વિટામિન એ, નિયાસિન અને વિટામિન સી વધારે હોય છે, જે શરીરના મેટાબોલીજ્મ ને જાળવી રાખે છે.
સુવા ભાજીમાં ઉચિત માત્રામાં કેલ્શિયમ હોય છે જે હાડકાંને મજબૂત બનાવી શકે છે. એના સેવનથી ઓસ્ટીયોપોરોસિસની સમસ્યા પણ દૂર થઈ શકે છે. દરરોજ સુવા ભાજી ખાવાથી ઓસ્ટિઓપોરોસિસ ઘટાડી શકાય છે. તેમાં એન્ટી-બેક્ટેરિયલ વાસ્તવિક ઘટકો શામેલ છે જે ચેપથી રાહત આપે છે.
સુવા ભાજીના સેવનથી પાચનને સ્વસ્થ બનાવી શકાય છે. તેને ખાવાથી ખરાબ પેટની સમસ્યા દૂર થઈ શકે છે.
Leave a Reply