ભગવાન શ્રીકૃષ્ણના આ ગુણ જરૂર જાણો, જેના પરથી રાખી શકશો ગુસ્સાને કાબુમાં..

મહાભારતમાં શ્રીકૃષ્ણના સ્વભાવને જોતાં આપણે પણ કેટલીક વાતો શીખવી જોઈએ. જેમ કે કયા સમયે શું બોલવું, કોઈ વ્યક્તિને કોઈ વાત કેવી રીતે સમજાવવી અને ક્યારે કેવો વ્યવહાર કરવો?મહાભારતમાં શિશુપાલે ભરી સભામાં ભગવાન શ્રીકૃષ્ણનું અપમાન કર્યું હતું. આ વાતે શ્રીકૃષ્ણ ઘણીવાર સુધી ચૂપ રહ્યાં, પરંતુ તેમને જ્યારે લાગ્યું કે હવે ચૂપ રહીશ તો લોકો કાયર કહેશે, એટલે તેમને ભરી સભામાં જ સુદર્શનચક્રનો ઉપયોગ પણ કર્યો.

મહાભારતમાં શ્રીકૃષ્ણના સ્વભાવથી આપણે આ બાબતો શીખી શકીએ છીએ :
તમે વારંવાર ગુસ્સો કરો છો તો સૌથી પહેલાં જે વસ્તુ ખોઈ નાખો છો તે છે તમારો સંબંધ. ગુસ્સાની આગ સૌથી પહેલાં સંબંધોને બાળે છે. પેઢીઓ જૂનાં સંબંધો પણ ક્ષણિક ક્રોધને લીધે બલિ ચઢતાં જોવાં મળે છે. બીજી વસ્તુ છે પોતાના લોકોની આપણી પ્રત્યેની નિષ્ઠા. સંબંધોમાં દરાર પડે તો નિષ્ઠા(વિશ્વાસ) સૌથી પહેલાં તૂટે છે. પછી જાય છે સન્માન. જો તમે વારંવાર કોઈના પર ગુસ્સો કરતાં હોવ તો તમે તેની નજરમાં પોતાનું સન્માન પણ ખોતા જાઓ છો. ત્યારબાદ વારો આવે છે પોતાની વિશ્વસનીયતાનો. આપણી પર લોકોનો વિશ્વાસ ઊઠી જાય છે. પછી સ્વભાવ અને સ્વાસ્થ્ય. કહેવા માટે લોકો આપણો સાથ આપે છે, પરંતુ હકીકતમાં તેઓ સાથે નથી હોતાં.

આ રીતે મેળવી શકો છો ગુસ્સાથી છુટકારો:- 1- હંમેશાં ચહેરા પર હાસ્ય ટકાવી રાખો. કોઈપણ વાત હોય, ઊંડાણથી તેના પર વિચાર કરો પછી જ ક્ષણિક આવેગમાં પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરો.

2-યોગ્ય સમયની રાહ જુઓ. કૃષ્ણ પાસે શીખો કે પોતાના સ્વભાવને કેવો રાખવો. તેમને ક્યારેય પણ ક્ષણિક આવેગમાં કોઈ પ્રતિક્રિયા નથી આપી.

3- કૃષ્ણ હંમેશાં પરિસ્થિતિને ગંભીરતાથી જોતાં હતાં. શિશુપાલ અપમાન કરતો રહ્યો, પરંતુ તેઓ યોગ્ય સમયની રાહ જોઈ રહ્યાં હતાં. સમય આવ્યો ત્યારે જ તેમને શિશુપાલને માર્યો.

4-પોતાની દિનચર્યામાં મેડિટેશન અને ચહેરા પર હાસ્યને સ્થાન આપો. આ બંને વસ્તુ તમારા વ્યક્તિત્વમાં મોટો ફેરફાર લાવી શકે છે. ક્યારેય પણ કોઈપણ સ્થિતિ સામે લડવા માટે તમને તૈયાર રાખશે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *