ભગવાન શિવના આ મંદિરમાં ભગવાન પોતે ખીચડી ખાવા માટે આવે છે. કહેવાય છે કે શીવલિંગના એક હિસ્સામાં શિવજી માં પાર્વતી સાથે રહે છે. આ મંદિરનું નામ ગૌરી કેદારેશ્વર મંદિર છે.કશી શહેરને ભક્તિ માટે માનવામાં આવે છે, અહી ઘણા બધા મંદિરો છે. અને તેમાં દર્શન કરનાર ભક્તોણી સંખ્યા પણ ખુબજ હોય છે.
આજે અમે કાશી માં આવેલા એક એવા મંદિર વિશે જણાવીશું કે જ્યાં શિવલિંગ બે ભાગોમાં વહેચાયેલું છે.આ મંદિરમાં પૂજા અર્ચના ખુબજ અલગ રીતે થાય છે. અહીના પંડિતો સિલાઈ વિનાના કપડા પહેરીને છે વખત શિવલિંગણી આરતી કરે છે. અને બીલી પત્ર, દૂધ, ગંગાજળ અને ખીચડી ચડાવે છે.
ભગવાન શિવ સ્વયં અહી ભોગ ગ્રહણ કરવા આવે છે. પહેલા આ મંદિર ભગવાન વિષ્ણુનું હતું, ત્યારે અહી માંધાતા ઋષિ જુપડી બનાવી રહેતા હતા. તેઓ બંગાળી હોવાથી ફક્ત ભાત જ બનાવતા હતા.સાથે તેઓ શિવજીના પરમ ભક્ત હતા તેથી તેઓ આ મંદિરમા જ ખીચડી બનાવીને પત્તલ પર કાઢી બે ભાગ કરી એક ભાગ ગૌરી કેદારેશ્વરને ખવડાવા હિમાલય જતા
અને પછી બીજા ભાગમાંથી ફરી બે ભ્ગમાં વહેચી અતિથિને ખવડાવતા અને તેઓ પોતે પણ ખાતા.જયારે ઋષિ માંધાતા બીમાર પડ્યા ત્યારે ત્યાં કેદારેશ્વર પ્રગટ થયા. ઋષિએ ઘણો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ ખીચડી બનાવીને કેદારેશ્વર જવામાં અસફળ રહ્યા ત્યારે શિવજી અને માતા પાર્વતી ખુદ હિમાલયથી આવી અહી પ્રગટ થયા અને તેઓએ જાતે ખીચડી ખાઈ લીધી.
ત્યાર પછી તેઓએ અડધા ભાગ વાળી ખીચડી ઋષિના મહેમાનોને તેમજ ઋષિને ખવડાવી. અને ત્યાર બાદ તેમણે ઋષિને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે આજ પછી તેમનું એક સ્વરૂપ કાશી માં પણ વાસ કરશે.
Leave a Reply