જેટલી જગ્યા એ ભગવાન શંકર નું મંદિર હશે એટલી જગ્યા એ નંદી પણ વિરાજમાન રહે છે. દરેક લોકો એ શિવજીની પૂજા સાથે સાથે નંદીની પણ પૂજા અર્ચના કરવી જોઈએ. આપણે મંદિરે જઈએ ત્યારે જોઈએ જ છીએ કે શિવજી ની સામે નંદી ને પણ બેસાડવામાં આવ્યા હોય છે.આપને શિવજીના દર્શન કરીને પછી નંદીના કાનમાં આપની ઈચ્છા વ્યક્ત કરતા હોઈએ છીએ.
પણ શું તમે જાણો છો કે શિવની સામે નંદીને બિરાજમાન કરવાનું કારણ શું છે? ક્યારેય એવો વિચાર આવ્યો છે કે નંદી ના કાનમાં શા માટે આપણે મનોકામના વિશે કહીએ છીએ. ઘણા ના મનમાં આવા સવાલ આવ્ય હશે પરતું એનો જવાબ નહી મળ્યો હોય તો આજે અમે તમને જણાવી દઈએ.ઉજ્જૈનના જ્યોતિષાચાર્યના અનુસાર દરેક શિવજીના મંદિર માં નંદિની સ્થાપના ચોક્કસ કરવામાં આવી જ હોય છે,
કારણકે નંદી ભગવાન શિવના પરમ ભક્ત છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ શિવ મંદિરમાં આવે છે તો તે નંદીના કાનમાં પોતાની મનોકામના ચોક્કસ કહે છે, તેની પાછળ ઘણી માન્યતા રહેલી છે, ભગવાન શિવ એક તપસ્વી છે અને હંમેશા સમાધિમાં રહેતા હોય છે. એવામાં ભગવાન શિવજી સુધી આપણા મનની વાત નથી પહોંચી શકતી.
આવી સ્થિતિમાં નંદી જ આપણી મનોકામના શિવજી સુધી પહોંચાડે છે. એટલા માટે દરેક ભક્તો નંદીના કાનમાં પોતાની મનોકામના કહે છે.હવે બીજી માન્યતા પૌરાણિક કથા અનુસાર, શિલાદ મુનિએ બ્રમ્હચર્યનું પાલન કરતા મુનિ યોગ અને તપ માં જીવન જીવવાનો નિર્ણય કર્યો હતો. તેનાથી વંશ સમાપ્ત થતો જોઈને તેના પિતા ચિંતિત થઇ ગયા અને તેમણે શિલાદ ને વંશ આગળ વધારવા માટે કહ્યું.
પણ તપ માં વ્યસ્ત રહેવાને લીધે શિલાદ ગૃહસ્થી જીવન અપનાવા માંગતા ન હતા.માટે તેમણે સંતાનની કામના માટે ઇન્દ્ર દેવ ને તપથી પ્રસન્ન કરીને જન્મ અને મૃત્યુના બંધન થી હીન પુત્રનું વરદાન માગ્યું હતું. પરતું ઇન્દ્ર દેવે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કહ્યું. ભગવાન શિવજી એ શિલાદ મુનિના કઠોર તપસ્યા થી પ્રસન્ન થઈને શિલાદ ના પુત્રના રૂપમાં પ્રગટ થવાનું વરદાન આપ્યું.
અમુક સમય પછી શિલાદ ને એક બાળક મળ્યું, અને પછી શીલાદે એનું નામ નંદી રાખી દીધું. તેને મોટો થતા જોઈને ભગવાન શિવે મિત્ર અને વરુણ નામના બે મુનિ ને શિલાદ ના આશ્રમમાં મોકલ્યા, જેઓએ નંદી ને જોઈને ભવિષ્યવાણી કરી કે નંદી અલ્પાયુ છે. નંદી ને આ વાત ની ખબર પડતા તે મહાદેવની આરાધના થી મૃત્યુને જીતવા માટે વનમાં ચાલ્યો ગયો.
નંદીના તપથી ભગવાન શિવ જી પ્રસન્ન થયા અને નંદી ને વરદાન આપ્યું- वत्स नंदी! तुम मृत्यु से भय से मुक्त, अजर और अमर है. આવી રીતે નંદી નંદેશ્વર થઇ ગયા. પછી નંદીના લગ્ન સુયશા નામની કન્યા સાથે કરાવવામાં આવ્યા. ભગવાન શિવજી ના પ્રિય ભક્ત નંદી ને વરદાન મળ્યું કે જ્યા તેનો (ભગવાન શિવજી) નિવાસ હશે ત્યાં નંદી ને રાખવામાં આવશે. ત્યારથી જ ભગવાન શિવની સામે મંદિરમાં નંદી ની સ્થાપના કરવામાં આવે છે.
શાસ્ત્રોમાં પણ જણાવામાં આવ્યું છે કે જે વ્યક્તિ નંદીના કાનમાં એમની મનોકામના કહેશે એની દરેક ઇચ્છાઓ પૂર્ણ થશે. નંદીને ભગવાન શિવના દૂત માનવામાં આવે છે, નંદી તમારાથી ખુશ થશે ત્યારે જ તમારી વાત ભગવાન શિવજી સુધી પહોચી શકશે. ત્યારથી લઈને આ એક પરંપરા ની શરૂઆત થઇ છે. અને ખાસ કરીને શ્રાવણ મહિનામાં શિવ પૂજાની સાથે સાથે નંદીના કાનમાં પોતાની મનોકામના કહે છે અને નંદી એમની દરેક મનોકામના પૂર્ણ કરે છે.
Leave a Reply