વાસ્તુશાસ્ત્ર મુજબ બાથરૂમમાં આ રંગની ડોલ ગણાય છે શુભ, મળે છે ઘણા ફાયદા…

વાસ્તુ વિજ્ઞાનનું ખુબ જ મહત્વ છે. આપણે વાસ્તુ શાસ્ત્ર થી ઘરયેલા હોય છે. આ અમુક સરળ ચરણો પછી તમારા જીવન માં સકારાત્મક દિશા માં જરૂરી પરિવર્તન લાવી શકે છે. વાસ્તુ શાસ્ત્ર બાથરૂમ એક ખુબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને ઘર નું મુખ્ય વર્ગ છે.ઘરના બાથરૂમ માં બ્લુ રંગ ની ડોલ રાખવાથી ઘણા લાભ થાય છે.

તેને રાખવાથી સુખ-શાંતિ અને સમૃદ્ધિ વધે છે. પરંતુ આ ડોલ ક્યારેય ખાલી રાખવી નહીં તેને પાણીથી થોડી ભરેલી રાખવી. બાથરૂમ આમ તો સામાન્ય વ્યવસ્થા લાગે છે પરંતુ તેનાથી પણ ઘરમાં દોષ ઉત્પન્ન થાય છે જેનો જીવન પર શુભ અને અશુભ પ્રભાવ પડે છે.

ડોલ ચોક્કસપણે દરેક બાથરૂમની અંદર રાખવામાં આવે છે અને વાસ્તુ શાસ્ત્રમાં બાથરૂમમાં રાખેલી ડોલનો રંગ હોવાનો પણ ઉલ્લેખ છે અને આ પ્રમાણે બાથરૂમમાં ફક્ત વાદળી રંગ ની ડોલ જ રાખવી જોઈએ. આ ડોલ હંમેશા પાણીથી ભરેલી હોવી જોઈએ અને આ પાણી એકદમ ચોખ્ખું હોવું જોઈએ.

એવું માનવામાં આવે છે કે આ રંગની ડોલ ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે.વાસ્તુ દોષ ઉત્પન્ન ન થાય તે માટે બાથરૂમમાં બ્લૂ રંગની એક ડોલ રાખવી. તેનો સીધો સંબંધ ઘરની સુખ-શાંતિ પર રહે છે. આ ઉપાય કરવાથી ઘરમાં ધનનું આગમન થાય છે. પરંતુ ડોલને હંમેશા પાણીથી ભરી રાખવી જોઈએ.

વાસ્તુ શાસ્ત્રમાં તો બેડરૂમમાં બાથરૂમ રાખવાની વ્યવસ્થાની મનાઈ કરવામાં આવી છે. તેનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. પરંતુ આધુનિક સમયમાં બેડરૂમમાં બાથરુમ હોવું તે ફેશન બની ગઈ છે. એટલા માટે જ અહીં એવા ઉપાયો આપવામાં આવ્યા છે જેને કરવાથી દોષ દૂર થાય છે. બાથરૂમના દરવાજા સામે જ અરીસો ન રાખવો.

તેનાથી ઘરમાં અશુભ પ્રભાવ વધે છે. કારણ કે તમે બાથરૂમનો દરવાજો ખોલો એટલે નકારાત્મક ઉર્જા નીકળે છે જે અરીસામાં અથડાઈ અને રુમમાં ફેલાઈ જાય છે.આ ઉપરાંત બાથરૂમનો દરવાજો પણ ખુલ્લો રાખવો નહીં. બાથરૂમનો દરવાજો ખુલ્લો રાખવાથી નકારાત્મક ઉર્જા ઘરમાં ફેલાઈ જાય છે. રસોઈ ઘર અને બાથરૂમ હંમેશા સ્વચ્છ હોવું જોઈએ, કારણ કે ઉર્જા આ બંને સ્થાનો થી ફેલાય છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *