લિવ-ઈન રિલેશનમાં રહેતી મૂળ બાંગ્લાદેશી યુવતીને ગેરકાયદેસર ડોક્યુમેન્ટ સાથે અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ ઝડપી પૂછપરછ કરતા કેટલીક હકીકતો આવી સામે આવી હતી. અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ ચાંગોદરમાંથી બાંગ્લાદેશી યુવતીની ધરપકડ કરી હતી.
મહિલાની તપાસ કરતા સામે આવ્યું કે તે મુસ્લીમ ધર્મની હોવા છતાં ભારતમાં હિન્દુ ધર્મની યુવતીનાં નામે ખોટા ડોક્યુમેન્ટ બનાવીને રહેતિ હતી. પોલીસ કસ્ટડીમાં લીધેલ આ મહિલા આરોપી પર ઘણા આરોપ છે. બોગસ ડોક્યુમેન્ટ બનાવી તેના આધારે ગુજરાતમાં ગેરકાયદેસર વસવાટ કરવાનો છે.
જોકે આ અંગે ગ્રામ્ય એસઓજીની ટીમે બાતમી આધારે સિરીના હુસેન નામની મહિલાને ચાંગોદરમાંથી ઝડપી પાડી આવી હતી. જોકે મહિલા પાસેથી બે પાસપોર્ટ, બે આધારકાર્ડ, બે પાનકાર્ડ સહિતનાં ડોક્યુમેન્ટ ઝપ્ત કરવામાં આવ્યા છે. પકડાયેલ મહિલા મૂળ બાંગ્લાદેશની રહેવાસી છે, પરંતુ બનાવટી પાસપોર્ટ સહિતનાં દસ્તાવેજોમાં તેનું નામ સોનુ જોષી હોવાનું બહાર આવ્યું છે.
વર્ષ 2017માં મહિલાને ફેસબુકનાં માધ્યમથી હિતેશ જોશી નામનાં યુવક સાથે સંપર્ક થયો હતો. તે પશ્ચિમ બંગાળની ભારતમાં ટુરીસ્ટ વિઝા પર આવીને પરત ગઈ જ ન હતી. જોકે મહિલાને એક બાળક હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે આરોપી મહિલાએ આ બનાવટી ડોક્યુમેન્ટ કઈ રીતે બનાવ્યા અને તેનો ભારતમાં ધર્મ બદલીને રહેવાનું કારણ શું છે તે અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે.
એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…
શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…
મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…
મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…
સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…
મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…