કિચન માંથી આવતી બદબૂ થી છુટકારો મેળવવા માટે અપનાવો આ ઉપાય

રસોડાનુ નિર્માણ કરતી વખતે આપણે કેટલીક વાતો ધ્યાનમાં રાખવી જોઈએ. રસોડું એ દરેક સ્ત્રી માટે સૌથી મહત્વનું સ્થળ છે. રસોડામાં ફેલાતી દુર્ગંધ, ધુમાડો અને ગરમી બહાર ન નીકળે તો મકાનનું વાતાવરણ અશુદ્ધ બની જાય છે.રસોઈ બનાવતી વખતે, મસાલાઓની સુગંધ આખા ઘરમાં ફેલાયેલી રહે છે. આ સુગંધ દરેક લોકોને પસંદ આવે છે.

જો કે થોડીવાર સુધી આ સુગંધ સારી લાગે છે. પણ ત્યાર બાદ ઘણી વાર રસોડા માંથી આવતી આ દુર્ગંધથી માથુ દુખી જતુ હોય છે.વિપરિત ખાવાની કે બળવાની ખરાબ દુર્ગંધ આવવા લાગે છે. એવામાં આ દુર્ગંધથી છૂટકારો મેળવવું થોડૂંક મુશ્કેલી સમાન હોય છે. પરંતુ છતા પણ તે કેટલાક ઘરેલું નુસખા દ્વારા તેને દૂર કરી શકાય છે.

તો આવો જાણીએ રસોડામાંથી આવતી કેટલીક દુર્ગંધને કેવી રીતે દૂર કરી શકાય.જે વાસણાં ખાવાનું બળી ગયું હોય તેને તરત જ ધોઇ લો. જેથી ગંધ ફેલાય નહીં. તમે વાસણ ધોવા માટે ડિશ વોશ ઉપરાંત વિનેગર, બેકિંગ સોડા, લીંબુનો રસ વગેરેનો ઉપયોગ કરી શકો છો.એક બાઉલમાં 1 લીંબુ કાપો અને તેનો રસ નાખો.

પછી તેમાં પાણી ઉમેરીને મિક્સ કરો. તેને કિચન શેલ્ફ પર મૂકો. તે સિવાય તેને તમે ફ્રીઝમાં પણ રાખી શખો છો. આ ફ્રિજમાં રહેલી દુર્ગંધ દૂર કરશે.ફ્રિજમાંથી દુર્ગંધ આવવા લાગે તો કિચનમાં લીંબૂ પાણીથી ભરેલો વાટકો મુકી દો. દુર્ગધ દૂર થઈ જશે.મોટેભાગે, ભીના અને સુકા કચરા સાથે રાખવાથી રસોડામાં દુર્ગંધ પણ આવે છે. આ સ્થિતિમાં શાકભાજીનો કચરો, ફળોની છાલ વગેરેને અલગ કરો 

બગડેલી શાકભાજી અને કઠોળને અલગ ડસ્ટબિનમાં નાખો.આ માટે બાઉલમાં વિનેગર અને તજનો ટુકડો નાખો. તે પછી તેને રસોડાના એક ખૂણામાં મુકો. આ ઉપાયથી થોડા કલાકોમાં દુર્ગંધ દૂર કરશે.જ્યારે કિચનનો સ્લેબ ગંદા હોય ત્યારે તેના પર બેકિંગ સોડા ફેલાવો. તેને 10-15 મિનિટ પછી સાફ કરો. આ સ્લેબમાંથી આવતી ગંધને દૂર કરશે.

 


Posted

in

,

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *