અનુજ અને અનુપમા માયાના ચક્રવ્યૂહ માંથી કેવી રીતે બહાર નીકળી શકશે? તો ડિમ્પી અને સમરની લવસ્ટોરી માં બા બનશે વિલેન…

નાના પડદાની ટોચની સિરિયલ અનુપમામાં દરરોજ કંઈક ને કંઈક એવું જોવા મળે છે, જે દર્શકોને શો સાથે જોડાયેલા રાખે છે અને સતત પ્રેમ વરસાવતા રહે છે.છેલ્લા એપિસોડમાં તમે બા અને અનુપમા વચ્ચે જોરદાર લડાઈ જોઈ.

ડિમ્પલને સમરની નજીક જોઈને બા ચિડાઈ જાય છે અને ત્યાં બધાની વચ્ચે સિન ક્રિએટ કરે છેં જ્યારે અનુપમા બધું મેનેજ કરે છે. આજના એપિસોડમાં, અનુપમા અને માયા મળવાના છે.

તોશુ ફરી કૌભાંડ કરશે

આજના એપિસોડમાં તમે અનુપમા, અનુજ અને છોટીને હવા હવાઈ ગીત પર ધમાકેદાર ડાન્સ કરતા જોશો. જે બાદ સમર ડિમ્પલની માફી માંગે છે અને બા તરફથી પણ માફી માંગે છે પરંતુ ડિમ્પલ કહે છે કે બાના શબ્દો હૃદયમાં તીરની જેમ વાગે છે. અનુપમા ડિમ્પીને સમજાવે છે કે બા એ ગમે તેં કહ્યું હોય, પણ વડીલોની વાતનો જવાબ શબ્દોથી આપો, અસભ્યતાથી નહીં.

 

View this post on Instagram

 

A post shared by dipti jaiswal✨ (@dipti_jaiswal.edits)


બીજી તરફ તોશુનું કૌભાંડ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યું. તે તેના મિત્ર પાસેથી કાર લાવે છે, તે પણ જૂઠું બોલીને.તોશુનો મિત્ર કાર પાછી લેવા આવે છે પરંતુ તોશુએ તેના મિત્રની કારને ટક્કર મારતાં બંને વચ્ચે ઝઘડો થાય છે. વનરાજ કોઈક રીતે મામલો સંભાળવાનો પ્રયત્ન કરે છે.

ડિમ્પલ અને સમર વચ્ચે પ્રેમ વધી રહ્યો છેં.

નાની અનુ માયાને મળવાની જીદ કરે છેં અને કહે છે કે તે પહેલા માયાને મળશે અને પછી પતંગ ઉડાવશે. જે બાદ કાવ્યાનું સરપ્રાઈઝ સામે આવે છે. તે તેનું પર્ફોમન્સ લોન્ચ કરે છે અને સ્ટેજ પર ગ્લેમરસ પોઝ આપે છે.

બધા તાળીઓ અને સીટીઓ વગાડે છે પણ બા અને વનરાજ મોંઢા બગાડે છેં. જોકે બીજા બધા ખુશ છે. આગામી એપિસોડમાં, તમે જોશો કે માયા અનુજ અને અનુપમાની પતંગ કાપે છે અને તેમને કહે છે કે તે નાની અનુને લેવા આવી છે..


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *