દરેક લોકોને સુવાની ટેવ અલગ અલગ હોય છે. અમુક લોકો ઉંધા તો અમુક લોકો પડખું ફરીને સુવે છે. આજે અમે તમને જણાવીશું જે રીતે સુવું એ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. સુવાની સાચી રીત પીઠના બળે સુવું છે. આ રીતે સુવાથી સ્વાસ્થ્યની ઘણી સમસ્યાઓ દૂર થાય છે. ઘણા લોકોને પેટ પર સૂવાની ટેવ હોય છે જેને ખોટું માનવામાં આવે છે. પેટ પર સૂવાથી પેટના બળે સુવાથી પેટ પર દબાણ આવે છે અને સ્વાસ્થ્યને નુકસાન થાય છે. તેથી તમારે તમારી પીઠના બળ પર જ સૂવું જોઈએ. તો ચાલો જાણી લઈએ પીઠના બળ પર સુવાથી કઈ સમસ્યા દુર થઇ શકે છે.
કમરના દુ:ખાવા માંથી રાહત :- દરેક વ્યક્તિની કરોડરજ્જુમાં અલગ-અલગ વળાંક હોય છે. ઘણી બધી વખત કમરના દર્દથી પીડાતા દર્દીઓ લાંબા સમય સુધી કામ કરવાથી પીઠનો દુખાવો થાય છે. પીઠના દુખાવાથી રાહત મેળવવા માટે ઘણા લોકો યોગ કરે છે અને કમરને કોમ્પ્રેસ કરે છે. પરંતુ આ પછી પણ તેઓને પીઠના દુખાવાથી રાહત મેળવી શકતા નથી.
જો તમને તમારી કમરમાં વધુ દુખાવો થાય છે તો તમે સૂવાની રીત બદલો અને તમારી પીઠ પર સૂઈ જાઓ છો. પીઠ પર સૂવાથી પીઠનો દુખાવો ઓછો થાય છે. ખરેખર પીઠના બળ પર સૂવાથી કમર સીધી રહે છે અને આ સ્થિતિમાં તમને પીડાથી રાહત મળે છે.
ડોકનો દુખાવા માંથી રાહત :- જો ડોકનો દુખાવો રહેતો હોય તો ચત્તા સૂતી વખતે પાતળામાં પાતળું ઓશીકું લેવું જોઈએ. જેથી ડોકના મણકા તમારી કરોડ સાથે સીધમાં રહે. પડખાભેર સુવા માટે જરાક જાડું ઓશીકું લેવું જોઈએ. અથવા ઓશીકા નીચે હાથ વાળીને મૂકવો જોઈએ. ડોકના દુખાવામાં ઊંધા બિલકુલ ન સૂવું જોઈએ.
પેટ માટે ફાયદાકારક :- વધુ પડતા એસિડ લિકેજને કારણે પેટ ખરાબ થઈ જાય છે.પરંતુ જો ખાધા પછી પીઠના બળ પર સૂઈ જાઓ તો એસિડિક લિકેજ નથી થતું અને તમારું પેટ સ્વસ્થ રહે છે. જ્યારે આપણે પીઠ પર સુવી છીએ ત્યારે પેટની સ્થિતિ યોગ્ય હોય છે,જેના કારણે એસિડિક લિક સુરક્ષિત હોય છે. આ સિવાય જે લોકો પીઠ પર સૂતા નથી તેઓ લોકોનો ખોરાકને યોગ્ય રીતે નથી પચતો.
ગોઠણનો દુખાવો :- રાત્રે ઊંઘમાં જો પડખું ફરીને સૂઓ ત્યારે તમારા પગ એકબીજાને સ્પર્શ થતા હોય અને અથડાતા રહેતા હોય તો ગોઠણનો દુખાવો થઈ શકે છે. એ માટે ચત્તા ઊંઘો ત્યારે તમારા બંને પગ વચ્ચે બને તેટલું અંતર રાખો અને પડખું ફરો તો બે પગ વચ્ચે નરમ ઓશીકું મૂકીને ઊંઘો. તો ગોઠણનો દુખાવો કનડશે નહીં.
શરીરનો થાય છે વિકાસ :- જે લોકો સીધા સુવે છે તેનું શરીરનો વિકસ સારી રીતે થાય છે. પેટના બળ અથવા અથવા સંકોચન થી સુવાથી કરોડરજ્જુ પર ખરાબ અસર કરે છે અને કરોડરજ્જુને સંકોચાઈ જાય છે. તેથી તમે હંમેશા તમારી પીઠ પર સૂઈ જાવ.જેથી શરીરનો વિકાસ સારી રીતે થઈ શકે અને કરોડરજ્જુના હાડકા સીધા રહે.
એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…
શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…
મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…
મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…
સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…
મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…