સિરિયલ અનુપમામાં જલ્દી જ શાહ પરિવારમાં લગનની શહણાઈ વાગશે. ટીવી ઇતિહાસમાં એક વહુની વિદાઇ પહેલીવાર તેના સાસરેથી થશે. અનુજ અને અનુપમા લગ્નની વિધિ માટે ખૂબ ઉત્સાહિત છે. અનુજ અને અનુપમાએ તો હમણાંથી જ પોતાના પરિવારના લોકોને બોલાવવાનું શરૂ કરી દીધું છે.. આ દરમિયાન અનુજ અને અનુપમાના મહેંદીની વિધિના ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. આ ફોટોમાં અનુજ અને અનુપમા પોતાના પરિવાર સાથે ધમાલ કરતાં દેખાઈ રહી છે. આજના આ લેખમાં અમે તમને અનુજ અને અનુપમાના કેટલાક સુપરહિટ ફોટો બતાવવા જઈ રહ્યા છે.
પારસ કલનાવત એ બા એટલે કે અલ્પના બુચનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં બા પોતાના હિચકામાં જુલી રહી હતી. ચાન્સ મળતા જ પારસ કલનાવતએ અલ્પનાનો ફોટો ક્લિક કરી લીધો. હવે પારસ સોશિયલ મીડિયા પર મજાક ચાલી રહ્યો છે. પારસનો દાવો છે કે બા પોતાના હીંચકા પરથી પડી ગયા છે. જો કે એવું કશું નથી થયું. ફોટોમાં બા બરાબર બેસવા માટે પ્રયત્ન કરી રહ્યા છે.
અનુજ અને અનુપમાના લગ્નમાં આખું કાપડિયા પરિવાર એક સાથે દેખાઈ રહ્યો છે. અનુજએ હવે અનુપમાને પોતાના પરિવારનો ભાગ બનાવી લીધા છે.
અનુજ અને અનુપમાની મહેંદી અને સંગીત સેરેમનીમાં મીકા સિહની ધમાકેદાર એન્ટ્રી થવાની છે. મીકા સિંહ શાહ પરિવાર સાથે રંગ જમાવતા દેખાશે.
કાવ્યા પણ અનુજ અને અનુપમાના લગ્નમાં ખૂબ સારી રીતે તૈયાર થવાની છે. કાવ્યા ખુશી ખુશી અનુપમાને પોતાના ઘરમાંથી વિદાઇ આપશે.
અનુજ અને અનુપમાના લગ્નની વિધિને ખરાબ કરવા માટે રાખી દવે પણ શાહ હાઉસ પહોંચશે. પર્પલ સાડીમાં રાખી ખૂબ સરસ લાગી રહી છે.
અનુપમાના લગ્નમાં સમર અને પાંખી પણ મસ્ત ડાન્સ કરવાના છે. થોડા સમય પહેલા જ પારસ એ એક વિડીયો દ્વારા પોતાના ડાન્સને બતાવ્યો હતો.
સોશિયલ મીડીયા પર અનુજ અને અનુપમાના લગ્નની વિધિ વાઇરલ થઈ રહી છે. ચાહકો એ દિવસની રાહ જોઈ રહી છે જ્યારે અનુજ અને અનુપમાના લગન થશે.
Leave a Reply