સિરિયલ અનુપમામાં હમણાં એક પછી એક ખૂબ રસપ્રદ વળાંક આવી રહ્યા છે. અનુપમાને લાગી રહ્યું છે કે તેના લગ્ન ખૂબ ધામધૂમથી થશે. વનરાજ, બા અને રાખી દવે જેવા લોકો હોય તો લગ્ન સુખરૂપ કેવીરીતે પાર પડે છે એ તો હવે જોવું રહ્યું, જલ્દી જ અનુપમા પોતાના સપનાની દુનિયાથી બહાર આવી જશે. અત્યાર સુધી તમે જોયું કે વનરાજ મન વગર પણ અનુજ અને અનુપમાના સંગીતમાં શામેલ થાય છે. અનુજ અને અનુપમા તૈયાર થઈ પોતાના સંગીતમાં પહોંચે છે. આ દરમિયાન મીકા સિંહ એ આ સંગીતમાં ચાર ચાંદ લગાવે છે. ત્યારે હવે અનુપમાના લગ્નમાં એક જોરદાર તોફાન આવવાનું છે.
ગૌરવ ખન્ના, રૂપાલી ગાંગુલી અને સુધાંશુ પાંડેની સિરિયલ અનુપમાના આવનાર એપિસોડમાં તમને જોવા મળશે કે અનુજ અને અનુપમા મીકા સિંહના ગીત પર ખૂબ ડાન્સ કરશે. મીકા સિંહ અનુજ અને અનુપમાને જણાવશે કે તેઓ પણ જલ્દી જ લગ્ન કરવા જઈ રહ્યા છે.
સંગીત પછી અનુજ અને અનુપમાની મહેંદીની વિધિ પણ પૂરી થઈ જશે. આ દરમિયાન અનુપમા અનુજ અને પોતાના બાળકોના નામની મહેંદી પોતાના હાથમાં લગાવશે. અનુજ પણ અનુપમા સાથે તેના બાળકોના નામ પોતાના હાથ પર લખવશે. અનુજની મહેંદી જોઈને અનુપમા ભાવુક થઈ જશે.
વનરાજ અનુજને જબરજસ્તી પોતાની સાથે લઈ જશે. વનરાજ દાવો કરશે કે તે પોતાના બાળકોનો હક બીજા કોઈને નહીં આપે.. વનરાજ ધમકી આપશે કે જો અનુજ તેના બાળકોની નજીક આવશે તો તે અનુપમા અને તેના સંબંધમાં તોફાન લાવી દેશે. એવામાં અનુજ પણ વનરાજને જડબાતોડ જવાબ આપશે. અનુજ કહેશે કે તે વનરાજના બાળકોનો બાપ બનીને બતાવશે.
અનુજના ગાયબ થઈ જવા પર અનુપમા ગભરાઈ જશે. અનુપમા ભગવાન પાસે મદદની ભીખ માંગશે. અનુપમા કહેશે કે તે કોઈપણ પરિસ્થિતિમાં અનુજને સાજો સારો જોવા માંગે છે. બીજી બાજુ રાખી દવેના હાથમાં બાબુજીની રિપોર્ટ લાગશે. રાખી આખા પરિવારને બાબુજીની તબિયત વિષે જણાવી દેશે એ પછી શાહ પરિવારમાં નવો વળાંક આવશે.
Leave a Reply