ગૌરવ ખન્ના, રૂપાલી ગાંગુલી અને સુધાંશુ પાંડે સ્ટારર સિરિયલ અનુપમા સતત ચર્ચામાં રહતી હોય છે. જલ્દી જ અનુપમા અને અનુજના લગન થવાના છે. એ પહેલા જ સોશિયલ મીડિયા પર અનુપમાના કેટલાક ફોટો ખૂબ ધૂમ મચાવી રહ્યા છે. આ ફોટોમાં અનુપમા એરપોટ પર દેખાઈ રહ્યી છે. ફોટોને જોઈને ચાહકોએ કહેવાની શરૂઆત કરી દીધી કે અનુપમા લગ્ન પહેલા જ હનીમૂન પર જવા તૈયાર થઈ ગઈ છે. ચાલો તમને જણાવી વધુ વિગતમાં.
અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલીના ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યા છે. આ ફોટોમાં રૂપાલી મીડિયા સામે પોઝ આપી રહી છે.
ફોટોમાં રૂપાલી ગાંગુલીએ પિન્ક અને વ્હાઇટ રંગના એક આઉટફિટમાં જોવા મળી રહી છે. તેની સાથે રૂપાલીએ હાથમાં એક પર્સ રાખેલ છે.
રૂપાલી ગાંગુલી એરપોર્ટ પર ફૂલો હાથમાં લઈને દેખાઈ હતી. રૂપાલી ગાંગુલીનો આ લુક ચાહકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે.
ફોટોમાં રૂપાલી ગાંગુલી સાથે તેનો પરિવાર દેખાઈ રહ્યો નથી, લાગે છે કે રૂપાલી ગાંગુલી કોઈ કામથી બહાર જઈ રહી છે, જવા પહેલા રૂપાલીએ પોતાના દીકરા સાથે મધર્સ ડે ઉજવ્યો હતો.
કહેવામાં કશું ખોટું નથી કે અનુપમાને આમ જોઈને બા અને વનરાજ ચિડાઈ જશે. જો કે ફોટોમાં રૂપાલી ગાંગુલી ખૂબ સુંદર લાગી રહી છે.
સિરિયલમાં બા અને વનરાજને જલ્દી જ ખબર પડી જશે કે બાબુજી બીમાર પડી ગયા છે. હકીકત સામે આવતા જ વનરાજ અને બા અનુપમાની પાછળ પડી જશે. એવામાં અનુપમાના લગ્નને ગ્રહણ લાગવું નક્કી જ છે.
Leave a Reply