અનુપમાના ગુરુવારના એપિસોડમાં અનુજ અને અનુપમા એકસાથે એક ડેટ નાઈટ પર સાથે જોવા મળે છે. બંને લગ્ન પહેલા એક બીજા સાથે દેખાશે. આ સમયએ બંને એકબીજા સાથે ખૂબ રોમેન્ટિક નાઈટ બતાવશે. વિડીયોમાં અનુપમાએ બ્લેક રંગની સાડી પહેરેલી છે અને તેણે ચાંદલો પણ લગાવ્યો છે. આ સિવાય તેણે ગળામાં ચેન પણ પહેરી છે. અનુજ કાપડિયાએ સૂટ પહેર્યું છે.
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સ્ટારર અનુપમામાં અનુપમા અને અનુજ હમણાં મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. અનુપમા ટીવી સિરિયલન નવો પ્રોમો શેર કરવામાં આવ્યો છે. તેમાં અનુપમા અને અનુજ કાપડિયા ડેટ નાઈટ એન્જોય કરતાં દેખાઈ રહ્યા છે. અનુપમાના આ નવા લુક અને કેમેસ્ટ્રીને જોઈને ચાહકો ખૂબ ઉત્સાહિત છે. પ્રોમો સ્ટાર પ્લસના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. અનુપમા અને અનુજના રોમાન્સની વાત આવે છે ત્યારે બંને એકબીજાને લઈને ખૂબ શરમાળ સ્વભાવના છે.
અનુપમાએ બ્લેક કલરની સાડી પહેરીને ખૂબ જ મસ્ત ડાન્સ કર્યો છે. ઘણા લોકો આની પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, ‘બંને એ સ્ક્રીન પર આગ લગાવી દીધી.’ તો બીજા એક વ્યક્તિએ શાનદાર એવું કોમેન્ટ કરી હતી. તો ઘણા લોકોએ અનુપમાના નવા લુકના વખાણ પણ કર્યા છે. એક વ્યક્તિએ લખ્યું છે. ‘રૂપાલી ગાંગુલી ખૂબ સુંદર લાગી રહી છે.’ બીજા એક યુઝરે લખ્યું કે ‘અનુપમા 20 વર્ષની લાગી રહી છે.’
અનુપમા સિરિયલમાં સુધાંશુ પાંડે વનરાજનું પાત્ર ભજવી રહ્યા છે. અનુપમા જલ્દી જ અનુજ કાપડિયા સાથે લગ્ન કરવાના છે. જો કે અનુપમાના પૂર્વ પતિ વનરાજ નથી ઈચ્છતો કે અનુજ સાથે અનુપમાના લગ્ન થાય.
Leave a Reply