અનુપમામાં 4 મે બુધવારે બતાવવામાં આવ્યું હતું કે બા અનુપમાને પૂછે છે કે આટલી ઉમર હોવા છતાં પણ તે ડેટ પે કેવીરીતે જઈ શકે છે. અનુપમા કહે છે કે ડેટ પર જવા માટે કોઈપણ ઉમરની પાબંદી હોતી નથી. અનુપમા બાને પૂછે છે કે શું તેઓ બાબુજી સાથે થોડા સમય પસાર કરવા નથી માંગતા? તે એ પણ કહે છે કે તેણે ઘરના બધા કામ પણ પૂરા કરી લીધા છે.
કાંતાને જોઈને બા પૂછે છે કે આટલી સવાર સવારમાં તે શાહ ભવનમાં શું કરવા આવી છે. કાંતા બાને કહે છે કે તે રાત્રે અહિયાં જ રોકાઈ ગઈ હતી અને ઘરે ગઈ હતી નહીં. આ સાંભળીને બા ચોંકી જાય છે. કાંતા કહે છે કે દીકરીના સાસરે રોકાવવું એ કાઇ ખોટું નથી. તે બાને ક્યારેક ડૉલીના ઘરે જવા માટે પણ કહે છે. અનુપમા ડેટ પર જવાની તૈયારી શરૂ કરે છે. કિંજલ અને તોશુ તેમની મદદ કરે છે. તે અનુપમાને તૈયાર થવામાં મદદ કરે છે અને અનુપમા ખૂબ ખુશ થઈ જાય છે.
આગળ બતાવવામાં આવ્યું હતું કે કાવ્યા વનરાજને કહે છે કે તેણે અનુજ પાસેથી કશુંક શીખવું જોઈએ તે કેવીરીતે પોતાની પત્નીને સ્પેશિયલ ફિલ કરાવે છે. તે કહે છે કે અનુજ અને અનુપમાની પ્રેમ કહાની પુસ્તકમાં આવતી વાર્તાઓ જેવી છે. તે આ માનવા નથી માંગતી પણ આ હકીકત છે. બા અને વનરાજ આ સાંભળીને ગુસ્સે થઈ જાય છે. અનુપમા નીછે જાય છે અને અનુજ અનુપમાને આ રીતે તૈયાર થયેલ જોઈને બસ તેને જોતો જ રહી જાય છે. વનરાજ અનુજને કહે છે કે તે તેની સાથે કેટલીક જરૂરી વાત કરવા માંગે છે.
અનુપમા તેને કહે છે કે તે પછી પણ વાત કરી શકે છે. ત્યાં હાજર રહેલ ઘરના લોકો અનુજ અને અનુપમાને ડેટ પર જવા માટે ખિજવે છે. અનુજ અને અનુપમાના જવા પછી પરિતોષ કિંજલને કહે છે કે તેને ડૉક્ટર પાસે લઈ જાય. સમર પાંખીની સાથે આવવા માટે કહે છે અને તેને આઇસક્રીમ ખવડાવવાની વાત કહે છે.
કાવ્યા પણ તેને કહે છે કે તે પણ તેમની સાથે આવવા માંગે છે. સમર કાવ્યાને કહે છે કે જો તે લગ્નમાં તેમની મદદ કરશે તો તે પણ સાથે આવી શકે છે. કાવ્યા માની જાય છે. બા કહે છે કે બધા જ અનુજ અને અનુપમાના લગ્નને એન્જોય કરી રહ્યા છે. અનુજ અને અનુપમા ડેટ માટે કોલેજ જાય છે. અનુપમા સરપ્રાઈઝ થઈ જાય છે. બંને પોતાના પહેલાના જીવનને યાદ કરે છે.
Leave a Reply