રૂપાલી ગાંગુલીના પ્રખ્યાત ટીવી શો અનુપમામાં સતત ટ્વિસ્ટ અને ટર્નસ આવી રહ્યા છે. હવે શોમાં કંઈક એવુ થવા જઈ રહ્યું છે, જે જાણીને ફેન્સ ચોંકી જશે.
સ્ટાર પ્લસનો પ્રખ્યાત શો અનુપમા ટીઆરપી લિસ્ટમાં ટોપ પર છે. આ શોને લઈને દર્શકોમાં ઘણો રસ ઘણો જોવા મળી રહ્યો છે. નવા પ્રસારિત થતા બધા એપિસોડ સાથે, આ ટીવી શો નવા વળાંકો સાથે દર્શકોની સામે આવે છે.
View this post on Instagram
લોકપ્રિય હિટ શોના આગામી ટ્રેકમાં હાઈ વોલ્ટેજ ડ્રામા સાથે ટ્વિસ્ટ વધુ તીવ્ર બનવાનો છે.તાજેતરમાં એવું જોવા મળ્યું છે કે અનુપમા ખૂબ જ તણાવમાં છે, તેના નજીકના પરિવારજનોનુ માનવું છે કે આ બધું પાખી અને વનરાજના કારણે થયું છે.
જો કે, બરખા એ વિચારીને ડરી જાય છે કે જો પાખી અને વનરાજને અધિકની ધરપકડ કરવામાં આવશે તો શું થશે, કારણ કે પાખી પર કોઈને વિશ્વાસ નથી અને તે કયારેક આમ તો ક્યારેક તેમ બોલે છેં. સ્ટોરી એક રસપ્રદ વળાંક લે છે જ્યારે અધિક પાખીને ખાતરી આપે છે કે તે તે મુદ્દા વિશે વાત કરશે જેના પર બરખા તેની અસ્વસ્થતા અનુપમા સાથે પણ શેર કરે છે.
અધિક પાખીને બ્રેક માટે કહે છે, જેના પર પાખી દોડીને વનરાજ પાસે જાય છે અને તેની સામે રડે છે. જ્યારે વનરાજ આ માટે અનુજ અને અનુપમાને જવાબદાર માને છે. આવનારા એપિસોડ્સમાં આપણે જોઈશું કે અનુપમા લોકોના સતત ટોણા અને હેરાનગતિને કારણે માનસિક રીતે તૂટી જશે અને અનુજને આ માટે દોષિત ઠેહરાવશે….
Leave a Reply