‘અનુપમા’ શોમાં સંગીતમાં બૉલીવુડના ફેમસ સિંગર મીકા સિંહ ચાર ચાંદ લગાવશે, વનરાજ નવો પ્લાન શું છે જાણો…

ટીવીની નંબર વન સિરિયલ ‘અનુપમા’ માં હમણાં અનુજ અને અનુપમાના લગ્નને લઈને ખૂબ ધૂમ ચાલી રહી છે. શોના ચાહકોને પણ બંનેના લગ્ન ખૂબ પસંદ આવી રહ્યા છે. પણ વનરાજ અલગ અલગ ચાલ ચાલી રહ્યો છે. કોઈ તેનો સાથે આપી રહ્યા નથી એટલે તેનો અહેલો પ્લાન ફેલ થઈ જાય છે. હવે તે કોઈ નવી ચાલ ચલાવવા વિષે વિચારી રહ્યો છે. જો કે અનુપમા અને અનુજના લગ્નની તૈયારી શરૂ થઈ ગઈ છે. જેને લઈને તેઓ હમણાં બહુ ખુશ છે.

 

આવનાર એપિસોડ માં બતાવવામાં આવશે કે આ બંનેના મહેંદી અને સંગીતમાં બૉલીવુડના ફેમસ સિંગર મીકા સિંહ ચાર ચાંદ લગાવવા આવશે. પોતાના દમદાર અવાજથી તે બધાને ખુશ કરી દેશે. બંનેની આ બધી વિધિ ખૂબ ખાસ રહેવાની છે. અનુપમા પોતાની મહેંદીના દિવસે ખૂબ સુંદર દેખાશે. અનુજ અને અનુપમા બંને પર્પલ કપડાં પહેરેલા દેખાશે.

 

પહેલાના એપિસોડમાં જોવા મળ્યું હતું કે અનુજ અને અનુપમા ખાસ ડેટ પર ગયા હતા, જયા બંને વચ્ચે ખૂબ સારો સમય પસાર થયો હતો. અનુજ અને અનુપમાની સગાઈની બધી વિધિ પણ બતાવી હતી. બંનેની સગાઈ પર વનરાજ ખૂબ ગુસ્સામાં હતો. અને હોવો પણ જોઈએ જ કેમ કે અનુપમા અને વનરાજના બાળકો એ અનુજને પપ્પા કહેવા માટે તૈયારી કરી રહ્યા છે.

 

વનરાજ પોતાની આંખ સામે જ પોતાના વિશ્વને લુંટાટો જોઈ રહ્યો છે. સમર, પાંખી, પરિતોષ સહિત બધા લોકો અનુપમાના સંગીત અને મહેંદીની તૈયારીમાં છે અને તેઓ ખુશ પણ છે. પાંખી પોતે જ અનુપમા માટે મહેંદી પીસી રહી છે.

 

બીજી બાજુ સમર અને પાંખી વાત કરશે કે લગ્ન પછી તેઓ અનુજને શું કહીને બોલાવશે? તો તેઓ કહે છે કે લગ્ન પછી અનુજને પપ્પા કહેવું જ યોગ્ય રહેશે. વનરાજ આ વાત સાંભળી જાય કજે અને તે ગુસ્સામાં આવી જશે અને કસમ લે છે કે ગમે તે કરીને તે આ હક કોઈને પણ આપશે નહીં.

 

વનરાજને શંકા છે કે બાબુજી કશુંક છુપાવી રહ્યા છે. આ વચ્ચે જ તે ગોપીકાકા અને બાબુજીની વાત સાંભળી લેશે પણ તેને ખબર નહીં પડે કે તે શું વાત કરી રહ્યા છે. પણ તેની શંકા વધી જશે અને હકીકત જાણવા માટે હેરાન થઈ જશે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *